For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોના-ચાંદીના રોકાણકારો માલામાલ, ખેડૂતો ઠનઠન ગોપાલ

11:46 AM Oct 21, 2025 IST | admin
સોના ચાંદીના રોકાણકારો માલામાલ  ખેડૂતો ઠનઠન ગોપાલ

સોના-ચાંદી અને શેરબજારમાં 10 વર્ષમાં 12થી 17 ટકાના વાષિર્ર્ક વૃધ્ધિ દરે વળતર મળ્યું છે, જયારે જીડીપીમાં 17 ટકા અને રોજગારીમાં 45 ટકા યોગદાન ધરાવતા કૃષિક્ષેત્રના 9 કરોડથી વધુ કૃષિકારોને અનાજ કે તેલીબિયા પાકોમાંથી 8 ટકાથી ઓછું વળતર

Advertisement

છેલ્લા કેટલાક વખતથી સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં એકધારા ભાવવધારા થઇ રહ્યા છે અને એ તરફ મીડીયાનું ધ્યાન ખેંચાયેલું છે. બીજી તરફ શેરબજારની વધઘટની નિયમિતપણે નોંધ લેવાય છે. પરંતુ ખેતી પાક.માં ભાવની અને એમાના વાર્ષીક વળતરની ભાગ્યે જ કોઇ ગણતરી કરે છે. દેશના જીડીપીમાં લગભગ 17 ટકા અને રોજગારીમાં 45 ટકા થી 47 ટકા યોગદાન આપતા કૃષીક્ષેત્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની લાભાર્થીઓની સંખ્યા 9.4 કરોડ જેટલી છે.

એમાંના 85 ટકા પાંચ એકર અથવા ઓછી જમીન ધરાવતા નાના અને સીમાંત્ત ખેડુતો છે. શકય છે કે તેઓ મજુરી, પશુપાલન અથવા નાના મોટા વ્યવસાય દ્વારા પુરક કમાણી કરતા હોય, છતાં એક અંદાજ મુજબ 20 ટકાથી વધુ ખેડુતો તેમના જીવનનિર્વાહ માત્ર ખેતી પર રળે છે. 1975-76માં આ આંકડો 42 ટકા હતો. જે સુચવે છે કે ખેડુતો હવે પુરક આવક માટે બીજા વ્યવસાય તરફ નજર દોડાવી રહ્યા છે.

Advertisement

આથી ઉલ્ટુ, ઇકિવટી, સોના-ચાંદી અથવા રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા મોટાભાગના રોકાણકારો તેમની રોકાણ પ્રવૃતિ પર જીવન ગુજારવા માટે નિર્ભર નથી. પગારદાર વર્ગથી માંડી વ્યવસાયીઓ અથવા વેપાર-ઉદ્યોગપતિઓ પોતાનો આવક શ્રોત છે એ જોતા કૃષિ ક્ષેત્રમાં રોકાયેલા લોકોને તેમની ઉપજમાંથી મળતી આવક અને તેમાં ઉતરોતર વાર્ષિક વધારાનો અભ્યાસ મહત્વનો બને છે.

2014-15 અને 2024-25 વચ્ચે બજાર મુલ્યમાં કેટલો વધારો થયો તેનો સરકાર દ્વારા જાહેર કરાતા ટેકાના લઘુતમ પાક (એમએસપી)ની એઆઇ- દ્વારા તુલના કરાવી તો જવાબ મળે છે કે શિયાળુ કે રવિ કોઇપણ પાકનો વાર્ષિક વૃધ્ધ દર 8 ટકાથી વધુ નથી. ડાંગરમાં નવ વર્ષનો વાર્ષિક વૃધ્ધિ દર 5.39 ટકા, તુવેરદાળનો 5.67 ટકા, મગનો 6.57 ટકા, મગફળી 5.43 ટકા, સુરજમુખી 6.88 ટકા, મગફળી 5.43 ટકા, સોયાબીન 6.72 ટકા, તલ 7.29 ટકા, કપાસ 6.64 ટકા, વાર્ષિક વૃધ્ધદરે વળતર મળ્યું છે. રવી પાકમાં ઘઉંમાં માત્ર 4.60 ટકા, ચણામાં 5.56 ટકા અને મસુરમાં 7.64 ટકા વળતર ખેડુતોને મળ્યું છે.

સરકારની ઉત્પાદનખર્ચ કરતા દોઢગણા ટેકાના ભાવ નકકી કરવાની નીતિ છતાં આવું બન્યું છે. બીજી બાજુ ઓકટોબર 2015 અને ઓકટોબર 2025 વચ્ચે સોનામાં 17 ટકા (સીએજીઆર) અને ચાંદીમાં છેલ્લા 10 વર્ષમાં શ્રેષ્ઠ વાર્ષિક વળતર મળ્યુ છે. શેબબજારમાં 10 વર્ષમાં સેન્સેકસનો વાર્ષિક વૃધ્ધ દર 11.86 ટકા છે. જયારે નિફટીનો 12 ટકા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement