સોના અને ચાંદીમાં 3000નો કડાકો
ધનતેરસ અને દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ સોના અને ચાંદીમાં કડાકા ભૂલી ગયા છે છેલ્લા 10 દિવસ થયા સોનાને ચાંદીના ભાવમાં દરરોજ ઘટાડો નોંધાય રહ્યો છે. આજે પણ સોનાના ભાવમાં 3,000 અને ચાંદીમાં 3100 નો ઘટાડો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સોનાની ડિમાન્ડમાં થોડો ઘટાડો આવ્યો છે ઉપરાંત વૈશ્વિક વાતાવરણ પોઝિટિવ બનતા સોનાના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. વિશ્વભરની નજર ગુરુવારે ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સાઉથ કોરિયામાં થનાર મીટીંગ ઉપર છે. બંને નેતાઓ તરફથી સાનુકૂળ પ્રતિસાદ આપવામાં આવી રહ્યા છે. જો આ બંને મહા સત્તા વચ્ચેની મીટીંગ પોઝિટિવ બની રહેશે તો સોનામાં હજુ પણ ઘટાડો નોંધાય શકે તેમ છે. છેલ્લા કેટલાક મહિના થયા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વ શાંતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ તેમણે આઠ જેટલા યુદ્ધો રોક્યા છે. હવે ચીન અને અમેરિકા વચ્ચે ટેરીફ વોર ની મંડાગાંઠ પણ ઉકેલાય તેવી દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. જો ટેરીફ ઘટશે તો માર્કેટ તેને પોઝીટીવ લેશે.
દરમિયાન આજે એમસીએક્સ માં શરૂૂઆતમાં જ ટેકનિકલ ગ્લીચ આવતા સાડા ચાર કલાક સુધી સોના ચાંદી, મેટલ, કોમોડિટીઝ તમામના સોદાઓ ઠપ્પ થઈ ગયા હતા. આજે એમસીએક્સ માં સોનું ઘટીને 38 90 ડોલર સુધી પહોંચી ગયું હતું એટલે કે આજે લગભગ 80 ડોલરનો ઘટાડો એમસીએક્સ માં સોનાના ભાવમાં નોંધાયો છે એમસીએક્સ માં સોનુ આજે એક લાખ 1,18,000 પહોંચી ગયો છે જ્યારે ચાંદી ₹1, 43,000 જોવા મળી હતી. દિવાળી પૂર્વે સોનુ લગભગ 4400 ડોલર સુધી પહોંચી ગયો હતો એટલે કે દિવાળી પછીના તબક્કામાં માત્ર દસ બાર દિવસમાં જ 500 ડોલર સોનામાં ઘટાડો નોંધાય ચૂક્યો છે.