સોનું 1,02,000-ચાંદી 1,09,000, ક્રૂડમાં 9 ટકાનો વધારો-શેરબજાર ધડામ
મધ્યરાત્રીથી ઇઝરાયલ - ઇરાન વચ્ચે નવેસરથી યુધ્ધ ચાલુ થતા સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુમા ભારે તેજી જોવા મળી છે. સોનાનો ર4 કેરેટ ગોલ્ડનો ભાવ હાજરમા 1,02,400 પહોંચી ગયો છે. જયારે ચાંદી 1 કિલોનો ભાવ 1,09,270 પહોંચી ગયો છે. તો ક્રુડમા 9 ટકા જેવી તેજી નોંધાઇ છે અને બપોરે 3 વાગ્યે સેન્સેકસમા 600 પોઇન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. સોનામા આજે 1600 રૂપિયા અને ચાંદીમા 700 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. ક્રુડ ઓઇલનો ભાવ 9 ટકા વધીને 73 ડોલર સુધી પહોંચી ગયો હતો.
ઈરાન પર ઈઝરાયલના હુમલાથી ખાડી દેશોમાં તણાવ વધ્યો છે. હુમલાના સમાચાર પછી ક્રૂડ ઓઈલના ભાવ અચાનક વધી ગયા છે. ભૂરાજકીય તણાવની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી રહી છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂૂઆત ભારે ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ 1100 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી 50 પણ 24600 ની નીચે ખુલ્યો હતો.શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોને 8 લાખ કરોડથી વધુનું મોટું નુકસાન થયું છે. તેમની સંપત્તિમાં ખૂબ ઘટાડો થયો છે. ગુરુવારે બજાર બંધ થયા પછી, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 450,52,928 કરોડ હતું, જે શુક્રવારે બજાર ખુલતાની સાથે જ 442 લાખ કરોડ થઈ ગયું. એટલે કે, માત્ર 2 મિનિટમાં 8 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોઇંગ વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી, ટાટા મોટર્સના શેર 2 ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત, જે શેર ઘટ્યા છે તેમાં ભારતી એરટેલ 0.32%, ITC 0.46%, TCS- 0.49%, સન ફાર્મા- 0.55% અને એક્સિસ બેંક- 0.69%નો સમાવેશ થાય છે. ઈરાન-ઈઝરાયલ તણાવનો સીધો ફાયદો ઓઈલ ઈન્ડિયાને મળ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ઓઈલ ઈન્ડિયા લગભગ 3 ટકા મજબૂત થયો છે. શુક્રવારે ડોલર સામે રૂૂપિયો 54 પૈસા નબળો પડીને ખુલ્યો. એક દિવસ પહેલા ડોલર સામે રૂૂપિયો 85.60 પર બંધ થયો હતો, જ્યારે આજે તે 86.14 પર ખુલ્યો છે.