For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હજમાં જઇને દુઆ કરો કે પાકિસ્તાન કુત્તાની દૂમ સીધી થાય

11:05 AM May 17, 2025 IST | Bhumika
હજમાં જઇને દુઆ કરો કે પાકિસ્તાન કુત્તાની દૂમ સીધી થાય

હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાને પહલગામ પર કરેલા હુમલા સામે કડક વલણ અપનાવ્યું. તેમણે પહલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાન ટીકા કરી. એવામાં હવે ફરી એકવાર ઓવૈસીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે. તેમણે શુક્રવારે સાંજે હૈદરાબાદના નામપલ્લીમાં હજ હાઉસ ખાતે હજ યાત્રાળુઓને સંબોધન કર્યું હતુ.

Advertisement

આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ હજ યાત્રીઓને પાકિસ્તાન અંગે ખાસ અપીલ કરી. હૈદરાબાદના સાંસદે કહ્યું, આપણો પાડોશી દેશ સુધરવાનો નથી. તમે હજ યાત્રા પર જઈ રહ્યા છો, દુઆ કરો કે તે સુધરે, બાકી જ્યારે ફરી સમય આવશે ત્યારે તેમને સીધા કરવા પડશે.

ઓવૈસીએ હજ યાત્રાળુઓને આગ્રહ કર્યો કે આ યાત્રાને માત્ર ઔપચારિક યાત્રા તરીકે નહીં પરંતુ ધીરજ, કૃતજ્ઞતા અને નમ્રતાથી ભરપૂર આધ્યાત્મિક અનુભવ તરીકે જુઓ. હજ એક ભૌતિક યાત્રા કરતાં વધુ છે ; આ એક આધ્યાત્મિક કસોટી છે જ્યાં ધીરજ, બલિદાન અને ભાઈચારો જેવા ગુણોનો અભ્યાસ કરવામાં આવે છે .

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement