જૂનાગઢમાં ગિરીશ કોટેચાના દીકરાને ટિકિટ, નો રિપિટ થિયરીથી 80 ટકા કપાયા
નવા ચહેરાઓને ટિકિટ, 60 વર્ષથી મોટી ઉંમરનાને તક નહીં, 15 વોર્ડના 60 ઉમેદવારો જાહેર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે જુનાગઢમાં ઇઉંઙ દ્વારા મનપા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવી છે.કુલ 15 વોર્ડ માટે 60 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરાઇ છે. ભાજપ દ્વારા પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ અપાઈ છે.નો રિપિટ થિયરીના કારણે 80 ટકા જૂનાઓની ટિકિટ કપાય છે.
જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોનાં નામની યાદીને ફાઇનલ કરવાની કવાયત તેજ કરાઈ છે. ત્યારે, સત્તારૂૂઢ ભાજપ પક્ષ દ્વારા આજે વહેલી સવારે મનપા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, કુલ 15 વોર્ડ માટે ભાજપે 60 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી છે. ભાજપનાં ઉમેદવારોની આ યાદીમાં પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનું પણ નામ સામે છે. વોર્ડ નં. 9 બેઠક પરથી પાર્થ કોટેચાને ભાજપે ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે દિવસભર અને મોડી રાત સુધી ભાજપનાં ઉમેદવારનાં નામ માટે રાહ જોવાઈ રહી હતી. જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે. યાદી અંગે તેમણે કહ્યું કે, આ વખતે મોટાભાગનાં નવા ચહેરાઓને ટિકિટ આપી તક અપાઈ છે. 60 વર્ષથી મોટી ઉંમરનાને ટિકિટ અપાઈ નથી. આ સાથે ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ દ્વારા જુનાગઢ મનપાનાં લાંબા સમયથી ચૂંટણી લડતા નેતાઓને આ વખતે આરામ આપવામાં આવ્યો છે.