‘ઘર કા ભેદી લંકા ઢાયે’: નોકરાણી જ હુમલાખોરને ઘરમાં લાવી હોવાનો ધડાકો
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં નોકરાણીની મોટી ભૂમિકા સામે આવી છે. નોકરાણી હુમલાખોરને ઘર સુધી દોરી લાવી હતી. પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો છે કે નોકરાણીએ હુમલાખોરને ઘર દેખાડ્યું હતું. આ કેસમાં પણ ઘરના માણસ ખૂટલ નીકળ્યો છે. આશંકા હતી જ કે આ કેસમાં કોઈ નજીકનો માણસ સંડોવાયેલો હોઈ શકે છે.
આ ઘટનામાં હુમલાખોરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે જેમાં હુમલાખોર સીડી પરથી ઉતરી રહેલો દેખાય છે તે થોડો ચિંતામાં પણ જણાય છે.
દરમિયાન, સૈફ પર હુમલો કરનારો શખ્સ બાંદ્રા પાસે સ્ટેશને દેખાયો હોવાનો અહેવાલ છે અન્ય સંબંધિત ઘટનાક્રમમાં પોલીસે એક્ટરના ઘરેથી એક તલવાર કબજે કરી છે, જે ખાનદાની પરિવારની હોવાનું માનવામાં આવે છે.
બીજી તરફ આ હાઈપ્રોફાઈલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ખંતપૂર્વક કામ કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 20 ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમને અલગ-અલગ કાર્ય મળ્યું છે. હુમલાખોરને પકડવા માટે પોલીસ તેમના બાતમીદારોના નેટવર્કનો પણ ઉપયોગ કરી રહી છે. તપાસ ટીમ ટેક્નિકલ સપોર્ટની પણ મદદ લઈ રહી છે. હુમલાખોરને પકડવા માટે દરેક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓ પાસે અગાઉનો કોઈ ગુનાનો રેકોર્ડ હતો કે કેમ તે જાણવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, જેમાં ચોર સૈફ પર હુમલો કર્યા બાદ લાકડાની લાકડી અને લાંબી હેક્સા બ્લેડ સાથે ભાગતો જોવા મળે છે. આ ફૂટેજ સવારે 2.33 મિનિટનો છે. આમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બિલ્ડીંગના છઠ્ઠા માળે સીડી પરથી ઉતરતી વખતે આરોપી બ્રાઉન કોલર ટી-શર્ટ અને લાલ ટુવાલ પહેરેલો જોવા મળ્યો હતો.
દરમિયાન સૈફ પર થયેલા હુમલા બાદ કરીનાએ ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ચાહકો અને મીડિયાને ધીરજ રાખવાનું કહ્યું હતું. અભિનેત્રીએ ગોપનીયતાની માંગ કરી હતી. તેણે લખ્યું- અમારા પરિવાર માટે આ ખૂબ જ પડકારજનક દિવસ રહ્યો છે. અમે હજુ પણ વસ્તુઓ પર પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થયું. આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને પાપારાઝીઓને વિનંતી કરવા માંગુ છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે. તેમજ કોઈપણ કવરેજ ન કરો જે યોગ્ય નથી.