ગૌતમ અદાણીની આઈપીએલમાં એન્ટ્રી ગુજરાત ટાઇટન્સ ખરીદવા તૈયારી
ટોરેન્ટો ગ્રુપને પણ રસ, ફેબુઆરી 2025 બાદ થશે ફેંસલો
અંબાણી પરિવાર બાદ અદાણી ગ્રુપ પણ IPL માં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. હા, પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ઈટઈ કેપિટલ પાર્ટનર્સ ગુજરાત ટાઇટન્સ IPL ટીમમાં તેનો નિયંત્રિત હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. ઈટઈ આ અંગે અદાણી ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ બંને સાથે વાતચીત કરી રહી છે. સમાચાર અનુસાર, ઈટઈ આખો હિસ્સો નહીં પરંતુ ટીમનો ક્ધટ્રોલિંગ હિસ્સો વેચવા માંગે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (ઇઈઈઈં) એ નવી CVL ટીમોને ફેબ્રુઆરી 2025 સુધી તેમનો હિસ્સો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો ફેબ્રુઆરી 2025 પછી પ્રતિબંધ હટાવવામાં આવે તો આ ડીલ લાગુ થઈ શકે છે. સૂત્રોનો દાવો છે કે ત્રણ વર્ષ જૂની ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીનું મૂલ્ય 1 બિલિયનથી 1.5 બિલિયનની વચ્ચે રહેવાની ધારણા છે. વર્ષ 2021માં, તેને ઈટઈ કેપિટલ પાર્ટનર્સ દ્વારા રૂૂ. 5,625 કરોડ (745 મિલિયન)માં ખરીદવામાં આવ્યું હતું.
અદાણી અને ટોરેન્ટ ગ્રુપ ગુજરાત ટાઇટન્સમાં મોટો હિસ્સો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ, ઈટઈ પણ નફો કમાયા બાદ પોતાનો હિસ્સો વેચવા માંગે છે. અદાણી અને ટોરેન્ટ ગ્રુપ બંને અમદાવાદમાં છે. જ્યારે, ઈટઈ રાજધાની લક્ઝમબર્ગમાં છે. જો કે ત્રણેયે આ અંગે કોઈ કમેન્ટ કરી નથી. રોકાણકારો ફ્રેન્ચાઇઝી તરફ આકર્ષિત થવાનું કારણ એ છે કે એક એવી લીગ બની ગઈ છે જે સારી આવક પેદા કરે છે.
એવો પણ દાવો કર્યો હતો કે ટોરેન્ટથી વિપરીત, અદાણી ગ્રુપ ક્રિકેટની દુનિયામાં પ્રવેશી ચૂક્યું છે. આ ગ્રુપે વિમેન્સ પ્રીમિયર લીગ (ઠઙક) અને ઞઅઊની ઇન્ટરનેશનલ લીગ T 20 માં ટીમો ખરીદી છે. વર્ષ 2023માં, અદાણી ગ્રુપે રૂૂ. 1,289 કરોડની બોલી લગાવીને અમદાવાદની IPL ફ્રેન્ચાઇઝી જીતી હતી.
WPL એ એક મોટી કંપની છે જેની સંપત્તિ 193 અબજ રૂૂપિયા છે અને તે રમતગમતમાં નાણાંનું રોકાણ કરે છે. કંપનીએ લા લિગા, પ્રીમિયરશિપ રગ્બી, વોલીબોલ વર્લ્ડ અને વિમેન્સ ટેનિસ એસોસિએશન જેવી સ્પોર્ટ્સ સંસ્થાઓમાં નાણાંનું રોકાણ કર્યું છે.