મહારાષ્ટ્રના અંબરનાથમાં ગેસ લીક થતાં ભયનો માહોલ, લોકોને ઘરોમાં રહેવા સૂચના
સમગ્ર શહેર ઉપર ધુમાડાનું આવરણ, ભોપાલ દુર્ઘટના જેવો ભય
મહારાષ્ટ્રના અંબરનાથમાં કેમિકલ કંપનીની ફેક્ટરીમાંથી ગેસ લીક થવાથી ગભરાટ ફેલાઈ ગયો છે. કેમિકલનો ધુમાડો સમગ્ર શહેરમાં ફેલાઈ ગયો છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. લોકો તેમની આંખો અને ગળામાં બળતરા અનુભવી રહ્યા છે. આનાથી લોકોના મનમાં 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદો તાજી થઈ ગઈ છે. શહેરના વિડીયોમાં રસ્તાઓ ધુમાડામાં ઢંકાયેલા જોવા મળે છે. જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે તેઓએ તેમના નાક અને મોં ઢાંકી દીધા છે. એવું લાગે છે કે ધુમ્મસ શહેરને સંપૂર્ણપણે આવરી લે છે.
ગેસ રેલ્વે ટ્રેક સુધી પહોંચી ગયો છે, જેના કારણે ઈમરજન્સીની સ્થિતિમાં લોકો શહેર છોડીને જતા રહે તેવી શક્યતા ખતમ થઈ ગઈ છે. ગેસને ટ્રેસ કરવા અને લીક થવાનું કારણ જાણવા પ્રયાસો ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીમો પણ મોકલવામાં આવી છે. અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવા કહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નિક્કેમ કેમિકલ કંપનીમાંથી હવામાં કેમિકલ ફેલાતાં નાગરિકોને આરોગ્યની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકો ગળામાં દુખાવો અને આંખમાં બળતરાથી પીડાતા હતા. હાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મોબાઈલ વાન દ્વારા હવાના પ્રદૂષણ પર નજર રાખવામાં આવી રહી છે. ચોક્કસ ગેસની તપાસ કરવામાં આવી રહી છે. પ્રશાસને કહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂૂર નથી.