For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોબાઇલ નંબરની જેમ હવે ગેસ સિલિન્ડર પોર્ટેબિલિટી

04:59 PM Sep 30, 2025 IST | Bhumika
મોબાઇલ નંબરની જેમ હવે ગેસ સિલિન્ડર પોર્ટેબિલિટી

જો તમે તમારા વર્તમાન LPG સપ્લાયરની સેવાથી અસંતુષ્ટ હોવ, તો ટૂંક સમયમાં તમને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) જેવી જ રાહત મળવાની છે. ઓઇલ રેગ્યુલેટર PNGRB (પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ) હવે LPG ઇન્ટરઓપરેબિલિટી સિસ્ટમ લાગુ કરવાનું વિચારી રહ્યું છે, જે ગ્રાહકોને પોતાનું કનેક્શન બદલ્યા વિના સિલિન્ડર કંપની બદલવાની મંજૂરી આપશે.

Advertisement

આ પગલાનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને વધુ પસંદગી આપવાનો અને સારી સેવા પૂરી પાડવાનો છે. PNGRB એ આ ડ્રાફ્ટ પર હિતધારકો અને ગ્રાહકો પાસેથી ટિપ્પણીઓ આમંત્રિત કરી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, PNGRB નિયમો અને માર્ગદર્શિકા ઘડીને આ નવી સિસ્ટમના અમલીકરણની તારીખ નક્કી કરશે.

અગાઉની UPA સરકારે ઓક્ટોબર 2013 માં 13 રાજ્યોના 24 જિલ્લાઓમાં પાયલોટ પોર્ટેબિલિટી શરૂૂ કરી હતી, જે જાન્યુઆરી 2014 માં સમગ્ર ભારતમાં 480 જિલ્લાઓમાં વિસ્તૃત કરાઈ હતી. જોકે, તે સમયે ગ્રાહકોને માત્ર ડીલર બદલવા માટે મર્યાદિત વિકલ્પો આપવામાં આવ્યા હતા, તેલ કંપની બદલવાની મંજૂરી નહોતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement