ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોના-ચાંદીમાં ગાબડા ચાલુ, શેરબજારમાં નરમાઇનો માહોલ

11:08 AM Oct 30, 2025 IST | admin
Advertisement

વૈશ્ર્વીક નબળા સકેતો ઉપરાંત આજે સાઉથ કોરિયામા ટ્રંપ અને જીનપીંગની મુલાકાતને લઇને સોના-ચાંદી માર્કેટમા સાવચેતીના સુર જોવા મળી રહયા છે જોકે આ બજાર નેગેટીવ ઝોનમા ખુલ્યુ હતુ અને શરૂઆતી તબકકામાં સોનુ 1500 અને ચાંદી 1700 રૂપિયા તુટી હતી. ગઇકાલે આંતરરાષ્ટ્રીય બજારમા સોનુ 4020 ડોલરને પાર કરી ગયુ હતુ આજે ત્યાથી તુટીને સોનુ 3940 ડોલર સુધી આવી ગયુ છે આજે એમસીએકસમા સોનુ 119450 પર જોવા મળ્યુ હતુ જયારે ચાંદી 145,075 પર જોવા મળી હતી.

Advertisement

રાજકોટની બજારની વાત કરીએ તો સોનુ પ્રતિ 10 ગ્રામ 1,22,790 પર જોવા મળ્યુ હતુ જયારે ચાંદીનો ભાવ 1,49,700 પર જોવા મળ્યુ હતુ. જોકે ગઇકાલે સાંજે સોનામા સુધારો આવ્યો હતો આજે સોનુ બપોર બાદ સુધરે તેવી શકયતા છે . જોકે ટ્રંપ અને જીનપીંગ વચ્ચેની મુલાકાતની ફલશ્રૃતી શું નીકળી છે તેના પર નિર્ભર છે.

દરમિયાન શેર બજારમા આજે સેન્સેકસમા 450 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો . સવારે 10 વાગ્યે સેન્સેકસ 84,514 પર જોવા મળ્યો હતો જયારે નીફટી 145 પોઇન્ટ તુટતા ફરી એકવાર 26000 ની અંદર આવીને 25,903 પર ટ્રેડ કરી રહી છે . આજે કુલ 1722 શેર લાલ નિશાનમા જોવા મળ્યા છે જયારે 861 શેર ગ્રીન નિશાનમા જોવા મળ્યા હતા . બેંક નીફટી 275 પોઇન્ટ, મીડ કેપ નીફટી 300 પોઇન્ટ નીચે જોવા મળ્યા હતા આજે નીફટી ફાર્મા, આઇટી અને મેટલમા વેચવાલી જોવા મળી હતી.

Tags :
indiaindia newsSensex-Nifty downstock marketstock market news
Advertisement
Next Article
Advertisement