દુષ્કર્મીઓને 10 દી’માં ફાંસી, મમતાને ભાજપનો ટેકો
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાના વિશેષ સત્રમાં કાલે રજૂ થશે બિલ, ગૃહમાં ધમાલ થવાની શક્યતા
ટીએમસી સરકર કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં લેડી ડોક્ટરના બળાત્કર-હત્યાના કેસને લઈને કડક સ્થિતિમાં છે. રાજ્ય સરકર સામે ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે આજે તૃણમૂલ કોંગ્રેસ સરકરે બંગાળ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
બંગાળ વિધાનસભાના આ વિશેષ સત્રમાં બળાત્કરના ગુનેગારોને 10 દિવસમાં ફાંસીની સજા આપવાનું બિલ રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારથી વિશેષ સત્ર શરૂ થશે અને આવતીકાલે મંગળવારે બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પણ મમતા સરકરના આ પગલાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ભાજપના ધારાસભ્યો બળાત્કર વિરુદ્ધ મમતા સરકર દ્વારા લાવવામાં આવેલા બિલનું સમર્થન કરશે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે રવિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં મમતા બેનર્જી દ્વારા લાવવામાં આવેલા બિલને બીજેપીના બિલ સમર્થન આપશે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન કરશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પાર્ટીની વિદ્યાર્થી પાંખ (ટીએમસીપી)ના સ્થાપના દિવસ પર કહ્યું હતું કે અમે 10 દિવસની અંદર બળાત્કર અને હત્યાના કેસમાં દોષિતોને ફાંસીની સજા આપવાનું બિલ રજૂ કરીશું. અમે તેને રાજ્યપાલને મોકલીશું અને જો તેઓ બિલ પાસ નહીં કરે તો અમે રાજભવનની બહાર અચોક્કસ મુદ્દતના વિરોધ પર બેસીશું. આ બિલ પાસ થવું જોઈએ. રાજ્યપાલ આ વખતે જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. શા માટે બળાત્કરીઓને ફાંસી ન આપવી જોઈએ.