ગાંધીજી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા: ગાયક ભટ્ટાચાર્યે મધપૂડો છંછેડ્યો
બોલિવૂડ સિંગર અભિજિત ભટ્ટાચાર્ય પોતાના વિવાદોને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પછી ભલે તે શાહરૂૂખ ખાનની વાત હોય કે સલમાન ખાનની, પરંતુ હાલમાં સિંગર તેના એક ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે. ખરેખરમાં અભિજિત તાજેતરમાં જ શુભંકર મિશ્રાના પોડકાસ્ટનો ભાગ બન્યો હતા. જ્યાં તેમણે તેમની પ્રોફેશનલ લાઈફ વિશે ઘણી વાતો શેર કરી હતી.
તેમણે પોડકાસ્ટમાં સ્ટાર્સ વિશે પણ વાત કરી અને મહાત્મા ગાંધી વિશે એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું, જે હવે હેડલાઇન્સમાં આવી ગયું છે. અભિજિત ભટ્ટાચાર્યએ કહ્યું છે કે મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા.
પોડકાસ્ટમાં સિંગરે કહ્યું કે સંગીતકાર આરડી બર્મન મહાત્મા ગાંધી કરતાં મહાન હતા, જેમ મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા, તેવી જ રીતે આરડી બર્મન પણ સંગીતની દુનિયામાં રાષ્ટ્રપિતા હતા. એટલું જ નહીં અભિજિતે મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહ્યા હતા. અભિજિતે કહ્યું કે મહાત્મા ગાંધી ભારત માટે નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. ભારત પહેલાથી જ ભારત હતું, પાકિસ્તાનને બનાવવામાં આવ્યું હતું. તેમને અહીં ભૂલથી રાષ્ટ્રપિતા કહેવામાં આવ્યા હતા. બાપ તે હતા, દાદા એ હતા નાના એ હતા બધું તેઓ જ હતા.