મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: રાયસેનમાં જાનૈયા પર ડમ્પર ફરી વળ્યું, છ લોકોના ઘટનાસ્થળે મોત
મધ્યપ્રદેશમાં એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ખુશી ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. રાયસેન જિલ્લાના સુલતાનપુરના ઘાટ ગામ નજીક જાનૈયાઓ પર અનિયંત્રિક ડમ્પર ફરી વળ્યું હતું જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Six killed, 10 injured as truck rams into wedding procession in Madhya Pradesh's Raisen
Read @ANI Story | https://t.co/kih4XTDaD1#MadhyaPradesh #Raisen #accident pic.twitter.com/G8QgWZr7J1
— ANI Digital (@ani_digital) March 12, 2024
રાયસેન જિલ્લાના સુલતાનપુરના ઘાટ ગામ નજીક જાનૈયાઓ પર અનિયંત્રિક ડમ્પર ફરી વળ્યું હતું જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સુલતાનપુરની આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અરવિંદ કુમાર દુબે અને એસપી વિકાસ કુમાર સેહવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે નર્મદાપુરમ (હોશંગાબાદ)થી આંચલ ખેડાગાંવ ખાતે એક જાન આવી હતી, આ દરમિયાન જાનૈયા નાચી રહ્યા હતા ત્યારે એક પુરપાટ ડમ્પર બેકાબુ થઈને જાનૈયાઓ પર ફરી વળ્યું હતું.