For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરપ્રદેશમાં ટેન્કર-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત , 18 ના મોત ,અનેક લોકો ઘાયલ

10:13 AM Jul 10, 2024 IST | admin
ઉત્તરપ્રદેશમાં ટેન્કર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત   18 ના મોત  અનેક લોકો ઘાયલ
Advertisement

ઉતરપ્રદેશના લખનૌ-આગ્રા એકસપ્રેસ વે ઉપર ઉન્નાવ નજીક આજે વહેલી પરોઢીયે પુરઝડપે જઇ રહેલી એક ડબલડેકર બસ દુધ ભરેલા ટેન્કરની સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 14 પુરૂષો, બે મહીલાઓ અને બે બાળકો મળી 18 મુસાફરોના કરૂણ મોત નિપજયા હતા. જયારે અન્ય 30 મુસાફરો ઘવાયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો એક બાજુનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. અંદર બેઠેલા મુસાફરો બહાર આવીને પડ્યા હતા. ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલની બહાર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે.

Advertisement

પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સવારે 5.15 વાગ્યે થયો હતો. એક્સપ્રેસ વે પર બસ ખૂબ સ્પીડમાં હતી, તે જ સમયે પાછળથી આવી રહેલા એક દૂધના ટેન્કરે તેને ઓવરટેક કરવાની કોશિશ કરી. આ દરમિયાન બસ સાથે ટક્કર થઈ હતી. દૂધનું ટેન્કર બસ સાથે અથડાયું અને આગળ જઈને પલટી ખાઈ ગયું હતું. પોલીસે ઘાયલોને બાંગરમાઉ સીએચસીમાં દાખલ કર્યા છે.

બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહેલી બસને આજે સવારે અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, ડબલ ડેકર બસ કાબૂ બહાર જઈને દૂધના ક્ધટેનર સાથે અથડાઈ હતી, ત્યારબાદ આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ગામલોકો તેને જોઈને ગભરાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ માર્ગ અકસ્માત લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢા ગામની સામે થયો હતો. ઘટના બાદ તમામ ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉન્નાવના પોલીસ અધિક્ષક, વિસ્તાર અધિકારી બાંગરમાઉ અને અન્ય પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટના સ્થળે હાજર છે. બસનો નંબર UP95 T 4720છે અને દૂધ ભરેલા ક્ધટેનરનો નંબર UP70 CT 3999 છે. મૃત્યુ પામેલાઓમાં 14 લોકોની ઓળખ કરવામાં આવી છે.

આ દુર્ઘટના પર સીએમ યોગીએ દુખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એકસ પર લખ્યું, ઉન્નાવ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુ:ખદ અને હ્રદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રીરામને પ્રાર્થના છે કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement