રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉત્તર પ્રદેશનામાં ગમ્ખવાર અકસ્માત: કાવડિયાથી ભરેલું એક પીકઅપ વાહન કન્ટેનર સાથે અથડાતાં ત્રણના મોત, અનેક ઘાયલ

11:27 AM Aug 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં આજે ગમખ્વાર અક્સંતની ઘટના સામે આવવી છે. કાવડિયાથી ભરેલું એક પીકઅપ વાહન પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાતા આ અક્સંત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ કાવડિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં 6 કાવડિયાનઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીએમ, એસપી અને અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હાલ પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ ઘટના સૈની કોતવાલી વિસ્તારના ગુલમીપુર નેશનલ હાઈવે 2 પર બની હતી. આ કરૂણ અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ બન્યો હતો. તમામ લોકો છત્તીસગઢના બલરામપુર જિલ્લાના રહેવાસી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 21 જેટલા કંવરિયાઓ પીકઅપ વાહનમાં વૃંદાવન દર્શન કરવા ગયા હતા. આજે બધા ત્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમનું પીકઅપ ગુલામીપુર નેશનલ હાઇવે નજીક પહોંચ્યું કે તરત જ તે આગળ પાર્ક કરેલા કન્ટેનર વાહન સાથે અથડાયું. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપના ટુકડા થઈ ગયા હતા.

આ માર્ગ અકસ્માતમાં 58 વર્ષની આરતી દેવી, 65 વર્ષની મુન્ની પાલ અને 67 વર્ષીય ફેકુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં 17 લોકો ઘાયલ પણ થયા છે. બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને ગ્રામજનોની મદદથી સીએચસી સિરથુ લઈ ગયા. જ્યાંથી કેટલાક દર્દીઓને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

Tags :
accidentdeathindiaindia newsUttar PradeshUttar Pradesh news
Advertisement
Next Article
Advertisement