ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉજ્જવલા યોજના હેઠળ વધુ 25 લાખ મહિલાઓને ફ્રી ગેસ કનેકશન

06:04 PM Sep 23, 2025 IST | Bhumika
Advertisement

કેન્દ્ર સરકારે તહેવાર ટાણે મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી એલપીજી કનેક્શન આપવામાં આવશે. સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં મોટું પગલું ફરીને વધુ 25 લાખ એલપીજી કનેક્શન આપવાની જાહેરાત કરી છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને નવરાત્રિના પાવન અવસર પર માતાઓ અને બહેનો માટે ભેટ ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, આ પગલું મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ કનેક્શન સંપૂર્ણપણે મફત હશે. આ સાથે દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.60 કરોડ થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ નિર્ણયની પ્રશંસા કરી કહ્યું કે, આ પગલું વડાપ્રધાન દ્વારા મહિલાઓ દેવી દુર્ગા જેવું સન્માન આપવા સમાન છે. તેમણે જણાવ્યું કે, ભારત સરકાર દરેક કનેક્શન પર 2050 ખર્ચ કરશે, જેમાં લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડરની સાથે ગેસ ચૂલો અને રેગ્યુલેટર વગેરે ફ્રી આપવામાં આવશે.

હાલમાં કેન્દ્ર સરકારની ઉજ્જવાલ યોજનામાં કુલ 10.33 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયેલા છે, જેમાં સરકાર દ્વારા અપાતી રૂૂપિયા 300 સબસિડી સાથે સિલિન્ડર માત્ર રૂૂપિયા 533 આપવામાં આવે છે.

Tags :
indiaindia newsUjjwala Yojana
Advertisement
Next Article
Advertisement