રાજીનામું આપ્યા પછી પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પેન્શન માગ્યું
ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે પેન્શન માટે અરજી કરી છે. તેમણે આ અરજી રાજસ્થાન વિધાનસભામાં દાખલ કરી છે, જ્યાં તેઓ 1993 થી 1998 સુધી કિશનગઢ બેઠકના ધારાસભ્ય હતા. સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી અનુસાર, તેમણે વિધાનસભા સચિવાલયમાં પેન્શન માટે અરજી કરી હતી, જેના પર મંજૂરી પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે.
નિયમો અને જોગવાઈઓ અનુસાર, તેમને ઓછામાં ઓછું 42 હજાર રૂૂપિયા પેન્શન મળશે. આ ઉપરાંત, તેમને ભૂતપૂર્વ ધારાસભ્યોને મળતી સુવિધાઓ પણ મળશે.પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનતા પહેલા, જગદીપ ધનખરે 1989 થી 1991 સુધી રાજસ્થાનની ઝુંઝુનુ બેઠક પરથી લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. કેન્દ્રીય સંસદીય બાબતોના રાજ્યમંત્રીની જવાબદારી પણ મળી હતી. ધનખર 2019 થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. બેનર્જીની સરકાર સાથે સંઘર્ષના અહેવાલો આવતા હતા. આ પછી, કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ધનખરને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
તેમણે 2022-25 સુધી આ પદ સંભાળ્યું હતું.