પંજાબના પૂર્વ DGP અને પૂર્વ મંત્રી પત્નીએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યાનો ધડાકો, CBIની FIR
પંજાબ અને હરિયાણાના રાજકીય તથા પોલીસ વર્તુળોમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને પૂર્વ કેબિનેટ મંત્રીને તેમના જ પુત્ર અકીલ અખ્તરની હત્યાના આરોપમાં આરોપી બનાવવામાં આવ્યા છે. હરિયાણા સરકારની વિનંતી બાદ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 06.11.2025 ના રોજ આ કેસમાં FIR નોંધીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
CBI દ્વારા નોંધાયેલી FIR માં મૃતક અકીલ અખ્તરના પિતા મોહમ્મદ મુસ્તફા (પૂર્વ ડીજીપી-પંજાબ), માતા રઝિયા સુલતાના (પૂર્વ પીડબ્લ્યુડી મંત્રી, પંજાબ), મૃતકની પત્ની અને મૃતકની બહેન સમેત ચાર વ્યક્તિઓના નામ છે. આ તમામ પંચકુલાના માનસા દેવી મંદિર પાસે, સેક્ટર 4 માં રહેતા હતા.અકીલ અખ્તરનું મૃત્યુ 16.10.2025 ના શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. જોકે, આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃત્યુના લગભગ બે મહિના પહેલા, 27 ઓગસ્ટના રોજ અકીલે સોશિયલ મીડિયા પર એક સનસનાટીપૂર્ણ વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં અકીલે તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે જાહેરમાં જણાવ્યું હતું કે તેને તેના પિતા અને તેની પોતાની પત્ની વચ્ચે ગેરકાયદેસર સંબંધો હોવાની જાણ થઈ છે. એટલું જ નહીં, તેણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેની માતા અને બહેન સહિત તેનો આખો પરિવાર તેને મારી નાખવાનું અથવા ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડી રહ્યો છે.આ ગંભીર આરોપો અને ઉગ્ર પારિવારિક અસંતોષના પગલે, આ મામલે હરિયાણા રાજ્ય સરકારે પંચકુલા જિલ્લાના મનસા દેવી કોમ્પ્લેક્સ ખાતે નોંધાયેલી FIR નંબર 131 ની તપાસ CBIને સોંપી દીધી હતી.
પૂર્વ ડીજીપી અને પૂર્વ મંત્રી જેવા ઉચ્ચ હોદ્દા પર રહેલા વ્યક્તિઓ સામે તેમના જ દીકરાની હત્યાનો કેસ નોંધાતા, દેશભરમાં આ ઘટનાએ ચકચાર જગાવી છે. આ કેસ એ સાબિત કરે છે કે લોહીના સંબંધોમાં રહેલી કડવાશ કેવી રીતે લોહિયાળ અંત તરફ દોરી શકે છે. ઈઇઈં હવે આ હાઈ-પ્રોફાઇલ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશે, જેમાં અકીલના મૃત્યુના સાચા કારણ અને કથિત કાવતરા પાછળના સત્યને ઉજાગર કરવાનું પડકારરૂૂપ કાર્ય રહેશે.