એટલાસ સાઇકલના પૂર્વ પ્રેસિડન્ટનો લમણે રિવોલ્વર મૂકી આપઘાત
સ્યુસાઇડ નોટમાં પાંચ લોકો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ
એટલાસ સાયકલ કંપનીના પૂર્વ પ્રમુખ સલિલ કપૂરે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેઓ 65 વર્ષના હતા અને તેમણે પોતાના દિલ્હીના ઘરે લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતદેહને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે સુરક્ષિત રાખ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ નોટમાં સાહિલે કેટલાક લોકો પર તેમને માનસિક અને આર્થિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં પોલીસે આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી. આત્મહત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના સ્વજનોની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સલિલ કપૂર ઔરંગઝેબ લેનમાં રહેતા હતા. 65 વર્ષીય સલીલનું લોહીથી લથપથ શરીર તેમના ત્રણ માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલું જોવા મળ્યું હતું.
પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. તેમને એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે, સાહિલે પોતાની સુસાઈડ નોટમાં એવા પાંચ લોકોના નામ લખ્યા છે જેઓ તેને હેરાન કરી રહ્યા હતા. જો કે હાલ પોલીસ ઘટનાસ્થળેથી મળી આવેલી સુસાઈડ નોટની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 2020માં સલિલ કપૂરની પત્ની નતાશા કપુરે ઘેર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 2015માં પણ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ સલિલ કપૂર વિરુદ્ધ 9 કરોડ રૂૂપિયાની છેતરપિંડી માટે 2 ઋઈંછ નોંધી હતી. નતાશા કપૂરે પણ સુસાઈડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે તે પોતાના જીવનથી ખુશ નથી એટલે જિંદગીનો અંત આણી રહી છું.