For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું નિધન, 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

10:59 AM Feb 23, 2024 IST | Bhumika
મહારાષ્ટ્રનાં પૂર્વ સીએમ અને શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીનું નિધન  86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Advertisement

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું આજે નિધન થયું છે. બુધવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓ 86 વર્ષના હતા. મનોહર જોશીના અંતિમ સંસ્કાર મુંબઈના દાદર ખાતેના સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીને 21 ફેબ્રુઆરી 2024ના રોજ પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને હૃદયની તકલીફ હતી. તે ગંભીર રીતે બીમાર હતો. તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા.

Advertisement

મનોહર જોશી લોકસભા અધ્યક્ષ પદ પણ સંભાળી ચુક્યા છે. તેઓ શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના સૌથી નજીકના સહયોગીઓમાંના એક ગણાતા હતા. ગયા વર્ષે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ અને અન્ય પરિવારના સભ્યો તેમની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

મનોહર જોશીએ 1970ના દાયકામાં શિવસેના તરફથી વિધાન પરિષદમાં ચૂંટાઈને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ 1976 થી 1977 સુધી મુંબઈના મેયર પણ રહ્યા હતા. મનોહક જોશીએ 1995-1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. આ પછી, અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેમને 2002-04 માટે લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા હતા.મનોહર જોશી મુંબઈ સેન્ટ્રલ બેઠક પરથી લોકસભા સાંસદ બન્યા. તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે છ વર્ષનો કાર્યકાળ પણ સંભાળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement