ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઇકનું નિધન
11:35 AM Oct 15, 2025 IST
|
Bhumika
Advertisement
વર્તમાન સરકારમાં કૃષિ ખાતાનો હવાલો સંભાળતા નેતાના અવસાનથી મોદીને આઘાત
Advertisement
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું નિધન થઇ ગયું.
ભાજપના દિગ્ગજ નેતા રવિ નાઈક ગોવાની રાજધાની પણજીથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા તેમના નિવાસસ્થાને હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક તેમને પોંડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ પણ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે રવિ નાઈકના નિધનથી દુ:ખી છું. તેઓ ગોવા સરકારમાં મંત્રી હતા. તેમને એક અનુભવી વહીવટકર્તા અને સમર્પિત લોકસેવક તરીકે યાદ કરવામાં આવશે.
Next Article
Advertisement