For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્વ CJI કૈલાસનાથ વાંચૂ પાસે કાનૂનની ડિગ્રી નહોતી!

11:07 AM Apr 22, 2025 IST | Bhumika
પૂર્વ cji કૈલાસનાથ વાંચૂ પાસે કાનૂનની ડિગ્રી નહોતી

Advertisement

BJP MP નિશિકાંત દુબે સુપ્રીમ કોર્ટ પર તેમની તાજેતરની ટિપ્પણીઓને કારણે હેડલાઇન્સમાં રહે છે. વિપક્ષ તેમના પર ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો આરોપ લગાવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ તેમના નિવેદનથી દૂરી લીધી છે. આ પછી પણ નિશિકાંત દુબે પોતાના નિવેદન પર અડગ છે. હવે નિશિકાંત દુબેએ ભારતના 10મા CJIનો ઉલ્લેખ કર્યો છે.

Advertisement

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને લખ્યું, શું તમે જાણો છો કે 1967-68માં ભારતના મુખ્ય ન્યાયાધીશ કૈલાશનાથ વાંચુ એ કાયદાનો અભ્યાસ કર્યો ન હતો. અગાઉ, તેમણે ભારતમાં ગૃહયુદ્ધ માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ એસવાય કુરેશીને જવાબદાર ઠેરવ્યા હતા.

વાસ્તવમાં, કૈલાશનાથ વાંચૂ ભારતના દસમા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે આ પદ પર 12 એપ્રિલ 1967 થી 24 ફેબ્રુઆરી 1968 સુધી સેવા આપી હતી. તેમના વિશે સૌથી ખાસ વાત એ હતી કે તેઓ ભારતના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ હતા જેમની પાસે કાયદાની ઔપચારિક ડિગ્રી નહોતી. તેઓ ભારતીય સિવિલ સર્વિસ (ઈંઈજ) અધિકારી હતા અને તે જ પૃષ્ઠભૂમિમાંથી ન્યાયતંત્રમાં આવ્યા હતા.

વાંચુનો જન્મ 1903માં મધ્ય પ્રદેશમાં થયો હતો. તેઓ તેમના પરિવારમાં પ્રથમ ન્યાયાધીશ હતા. 1924માં તેમણે ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. આ પછી તે પોતાની ટ્રેનિંગ પૂરી કરવા યુનાઈટેડ કિંગડમ ગયો. 1926 માં તેઓ સંયુક્ત પ્રાંતમાં સહાયક મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત થયા અને રાયબરેલીના જિલ્લા ન્યાયાધીશ બન્યા. જો કે, તેમની ઈંઈજ તાલીમ દરમિયાન તેમને ફોજદારી કાયદા વિશે શીખવવામાં આવ્યું હતું, જે તેમણે ઝડપથી સમજી લીધું હતું. તાલીમમાંથી પાછા ફર્યા બાદ તેઓ ઉત્તર પ્રદેશમાં કલેક્ટર તરીકે નોકરી કરવા ગયા. તેઓ કલેક્ટર તરીકે પણ જાણીતા હતા. 1947માં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના કાર્યકારી ન્યાયાધીશ બન્યા. 1956 માં, તેઓ નવી રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા.

કૈલાશનાથ વાંચૂ કેવી રીતે બન્યા CJI?
લો ટ્રેન્ડ્સના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ વાંચૂની CJI બનવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. 11 એપ્રિલ, 1967ના રોજ, તત્કાલિન CJI કે. સુબ્બારાવે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી, વાંચૂને દેશના દસમા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 24 એપ્રિલ 1967ના રોજ તેઓ દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. તેમણે દસ મહિના સુધી આ પદ સંભાળ્યું. 24 ફેબ્રુઆરી 1968ના રોજ તેમણે નિવૃત્તિની જાહેરાત કરી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 355 ચુકાદાઓ આપ્યા. જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાએ તેમની જગ્યા લીધી.

Advertisement
Tags :
Advertisement
Advertisement