છત્તીસગઢના પૂર્વ CM બઘેલના પુત્રની જન્મદિવસે જ ED દ્વારા ધરપકડ કરાઇ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. કથિત દારૂૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા બાદ ચૈતન્યની ધરપકડ કરવામાં આવી હતી. યોગાનુયોગ, આજે ચૈતન્યનો જન્મદિવસ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા પુરાવા મળ્યા બાદ, ED એ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાં સ્થિત ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ પિતા અને પુત્રનું સહિયારું નિવાસસ્થાન છે.
બઘેલના નિવાસસ્થાનની બહાર પોલીસકર્મીઓ અને સમર્થકોનો મોટો મેળાવડો હતો. બપોરે, ED ટીમ ચૈતન્યને પોતાની સાથે લઈ ગઈ. કોંગ્રેસના સમર્થકોએ ED ટીમ સામે સૂત્રોચ્ચાર કર્યા અને વાહન રોકવાનો પ્રયાસ કર્યો. ઘણી કોશિશ બાદ પોલીસે ED વાહનો માટે રસ્તો બનાવ્યો. કેન્દ્રીય તપાસ એજન્સીએ 10 માર્ચે ચૈતન્ય બઘેલ સામે પણ આવી જ દરોડા પાડ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રીએ તેમના પુત્રના જન્મદિવસ પર ઊઉની કાર્યવાહી પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ આ ભેટને જીવનભર યાદ રાખશે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, પદુનિયાના કોઈપણ લોકશાહીમાં કોઈ પણ મોદી અને શાહ જેવી જન્મદિવસની ભેટ આપી શકે નહીં. મારા જન્મદિવસ પર, બંને સૌથી આદરણીય નેતાઓએ મારા સલાહકાર અને બે ઘજઉ ના ઘરે ED મોકલ્યું હતું. અને હવે મારા પુત્ર ચૈતન્યના જન્મદિવસ પર, ED ટીમ મારા ઘરે દરોડા પાડી રહી છે. આ ભેટો માટે આભાર. આ ભેટો જીવનભર યાદ રાખશે.
બઘેલે આ કાર્યવાહીને અદાણીના મુદ્દા સાથે જોડી દીધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલે પડથ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ED તેમના ઘરે આવ્યું છે, જ્યારે રાયગઢ જિલ્લાના તામ્નાર તાલુકામાં અદાણી ગ્રુપના કોલસા ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવાનો મુદ્દો ઉઠાવવાનો હતો. તેમની ઓફિસે પડથ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પઆજે વિધાનસભાના ચોમાસા સત્રનો છેલ્લો દિવસ છે. તામ્નારમાં અદાણી માટે કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો આજે ઉઠાવવાનો હતો. સાહેબએ ઊઉને ભિલાઈના નિવાસસ્થાને મોકલ્યું છે. બઘેલે આ મહિનાની શરૂૂઆતમાં રાયગઢ જિલ્લાના તામ્નાર તાલુકાની મુલાકાત લીધી હતી અને કોલસા ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહેલા સ્થાનિક ગ્રામજનોને ટેકો આપ્યો હતો. આ ખાણ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જનરેશન કંપની લિમિટેડને ફાળવવામાં આવી છે, જેણે અદાણી ગ્રુપને ખઉઘ (ખાણ વિકાસકર્તા કમ ઓપરેટર) નો કોન્ટ્રાક્ટ આપ્યો છે.