બંગાળ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ 61 વર્ષે કરશે લગ્ન
બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આજે શુક્રવારે લગ્ન કરી શકે છે. અહેવાલો પ્રમાણે, દુલ્હનનું નામ રિંકુ મજુમદાર છે. રિંકુ મજુમદાર લાંબા સમયથી ભાજપ કાર્યકર છે, તેમણે મહિલા મોરચાની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવી છે. તેમણે પાર્ટીમાં ઓબીસી મોરચા અને હેન્ડલૂમ સેલ સહિત વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે.
દિલીપ ઘોષ, તેમની ભાવિ પત્ની રિંકુ અને સાસરિયાઓ સાથે, 3 એપ્રિલે ઇડન ગાર્ડન્સ ખાતે KKR મેચ જોવા માટે પણ આવ્યા હતા. રિંકુનો પુત્ર પણ તેની સાથે સ્ટેડિયમમાં હાજર હતો. આ પછી જ તેમના જીવનની આ નવી ઇનિંગ્સ વિશે ચર્ચાઓ શરૂૂ થઈ. મળતી માહિતી મુજબ, દિલીપ ઘોષ શુક્રવારે રિંકુ મજુમદાર સાથે તેમના ન્યૂટાઉન નિવાસસ્થાને સાત ફેરા લેવાના છે.
આ લગ્ન ખૂબ જ ખાનગી રહેશે, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના લોકો જ હાજરી આપશે. રિંકુના છૂટાછેડા થઈ ગયા છે અને તેનો એક દીકરો છે જે આઈટી ક્ષેત્રમાં કામ કરે છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ પણ દિલીપ ઘોષને અભિનંદન પાઠવ્યા છે.