બળજબરીથી સેકસ, બચકાં ભર્યા, નખ માર્યા: કોલકાતાના ગેંગરેપની પીડિતાનો તબીબી રિપોર્ટ
દક્ષિણ કોલકત્તા લો કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે વરિષ્ઠ વિદ્યાર્થીઓએ 24 વર્ષીય કાયદાની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થીનીની તબીબી તપાસમાં ક્રૂર જાતીય હુમલાના પુરાવા બહાર આવ્યા છે. કોલકત્તા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેમાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધવો, બચકાં ભર્યાના નિશાન અને તેના શરીર પર નખના માર્યા હોવાના પુરાવા મળ્યા છે.
પોલીસે જણાવ્યું કે ગેંગરેપની ઘટના 25 જૂનના રોજ સાંજે વિદ્યાર્થી સંઘ કાર્યાલયની બાજુમાં આવેલા ગાર્ડના રૂૂમમાં બની હતી, જ્યારે મુખ્ય આરોપીના લગ્ન પ્રસ્તાવને નકારવા બદલ વિદ્યાર્થીની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં પ્રેક્ટિસ કરતા ફોજદારી વકીલ અને બે સિનિયર વિદ્યાર્થીઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોએ ગુનાના સ્થળને સીલ કરી દીધું છે અને વધુ તપાસ માટે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે.
કસ્બા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની પરીક્ષા ફોર્મ ભરવા માટે કોલેજ ગઈ હતી ત્યારે તેને ત્યાં રહેવાનું કહેવામાં આવ્યું. તેને આરોપ લગાવ્યો કે મુખ્ય આરોપીએ બળજબરીથી તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે તેને ના પાડી, ત્યારે તેઓ તેને ગાર્ડના રૂૂમમાં ખેંચી ગયા જ્યાં આરોપીએ તેના પર બળાત્કાર કર્યો અને માર માર્યો. તેણે તેના દાંતથી તેના શરીર પર બચકાં ભર્યા અને નખ માર્યા. જ્યારે તે ગુનો કરી રહ્યો હતો, ત્યારે બે અન્ય આરોપી ગાર્ડના રૂૂમની બહાર ચોકી કરી રહ્યા હતા.આ ઘટના સાંજે 7.30 થી 10.30 વાગ્યા સુધી ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલી હોવાનું કહેવાય છે. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે હુમલા દરમિયાન તેનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને તેને તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીનીને ઘટના વિશે કોઈને ન કહેવાની ધમકી આપવામાં આવી હતી.પીડિતાના જણાવ્યા મુજબ, જ્યારે હું યુનિયન રૂૂમમાંથી બહાર નીકળી રહી હતી, ત્યારે તેણે બે રૂૂમમેટ્સને રૂૂમમાંથી બહાર નીકાળીને દરવાજો બંધ કરવા કહ્યું. આ થોડી જ સેક્ધડોમાં બન્યું...તે મને વોશરૂૂમમાં લઈ ગયો અને મારી સાથે બળજબરીથી સેક્સ કરવાનો પ્રયાસ કર્યો. હું તેમના પગે પડી પણ તેમણે મને જવા દીધી નહીં. મેં વારંવાર તેમને વિનંતી કરી કે મને જવા દો, પરંતુ તેમણે મારી અવગણના કરી. તેણે મારા બોયફ્રેન્ડને મારી નાખવાની અને મારા માતા-પિતાની ધરપકડ કરાવવાની ધમકી આપી હતી. તેણે મને વારંવાર ધમકી આપી અને મારા પર બળાત્કાર કર્યો અને ઘટના રેકોર્ડ કરી અને કહ્યું કે તે વીડિયો વાયરલ કરશે.