For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમમાં EVMનું રીકાઉન્ટિંગ; પરિણામ બદલી ગયું

11:08 AM Aug 14, 2025 IST | Bhumika
ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમમાં evmનું રીકાઉન્ટિંગ  પરિણામ બદલી ગયું

Advertisement

હરિયાણાની ગ્રામ પંચાયતની ચૂંટણીના 6 બૂથના EVM સુપ્રીમ કોર્ટમાં મગાવી ફેરગણતરી હાથ ધરાતાં હારેલા ઉમેદવાર જીતી ગયા; ઈલેક્શન ટ્રીબ્યુનલ-ચંદીગઢ હાઈકોર્ટનો ઓર્ડર રદ કરી વિજેતા ઉમેદવારને સરપંચ જાહેર કરતી સુપ્રીમ કોર્ટ

દેશમાં ચૂંટણીની ઐતિહાસીક ઘટના રૂપે પહેલી વખત સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ મંગાવીને મતની ફેર ગણતરી હાથ ધરાઈ હતી અને જેના પગલે મુળ પરિણામ બદલી જતાં સુપ્રીમ કોર્ટે હારેલા ઉમેદવારને વિજય જાહેર કર્યા હતાં. દેશમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે ખુદ કોર્ટ પરિસરમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) મંગાવીને હરિયાણાના પાનીપત જિલ્લાના બુઆના લાખુ ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીની મતગણતરી કરાવી. આ ગણતરી બાદ પરિણામો બદલાઈ ગયા અને મોહિત કુમારને ચૂંટાયેલા સરપંચ જાહેર કરવામાં આવ્યા હતાં.

Advertisement

31 જુલાઈ, 2025ના દિવસે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની ખંડપીઠે તમામ બૂથના મતોની ગણતરી કરવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, પાનીપતના ડેપ્યુટી કમિશનર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ 6 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે બુથ નંબર 65 થી 70ના તમામ EVM સુપ્રીમ કોર્ટમાં લાવવા જોઈએ અને કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા રિકાઉન્ટિંગ કરાવવામાં આવે. સમગ્ર ગણતરી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ દરમિયાન બંને પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ગત 6 ઓગસ્ટના દિવસે રિકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 3767 મતોની ગણતરી કરવામાં આવી હતી. મોહિત કુમારને 1051 મત અને કુલદીપ સિંહને 1000 મત મળ્યા હતા. બાકીના મત અન્ય ઉમેદવારોને મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના ઘજઉ (રજિસ્ટ્રાર) કાવેરીએ ગણતરી કરી હતી અને રિપોર્ટ પર બંને પક્ષોએ સહી પણ કરી હતી.

11 ઓગસ્ટ, 2025ના દિવસે, સુપ્રીમ કોર્ટે રિપોર્ટ સ્વીકારતા કહ્યું કે, પઘજઉના રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે સમગ્ર પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવામાં આવ્યું હતું અને પ્રતિનિધિઓની સહી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો અને ડેપ્યુટી કમિશનરને બે દિવસમાં મોહિત કુમારને વિજેતા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવાનો આદેશ આપ્યો. મોહિત કુમારને તાત્કાલિક પદભાર સંભાળવાની મંજૂરી આપવામાં આવી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વિવાદ બાકી હોય, તો તેને ચૂંટણી ટ્રિબ્યુનલ સમક્ષ ઉઠાવી શકાય છે.

ટ્રીબ્યુનલમાં અરજી કરતાં રિકાઉન્ટિંગ જાહેર કરાયું હતું પરંતુ ચૂંટણી પંચ સીધુ હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યું

2 નવેમ્બર, 2022ના દિવસે સરપંચની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કુલદીપ સિંહ વિજેતા હતા. મોહિત કુમારે પરિણામને પડકારતા એડિશનલ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) કમ ઇલેક્શન ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરી હતી. 22 એપ્રિલ 2025ના દિવસે, ટ્રિબ્યુનલે બૂથ નંબર 69ની રિકાઉન્ટીંગનો આદેશ આપ્યો, જે 7 મે 2025ના રોજ ડેપ્યુટી કમિશનર કમ ચૂંટણી અધિકારી દ્વારા કરવાનો હતો. 1 જુલાઈ 2025ના દિવસે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો. ત્યાર બાદ, મોહિત કુમારે સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement