ફૂટબોલર મેસીએ મોદીને મોકલી જન્મદિનની ભેટ
11:19 AM Sep 18, 2025 IST
|
Bhumika
Advertisement
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે ફૂટબોલના સુપરસ્ટાર લિયોનેલ મેસી (Messi)એ 2022ના ફિફા વર્લ્ડ કપની પોતાની વર્લ્ડ ચેમ્પિયન-જર્સી પોતાના ઑટોગ્રાફ સાથે મોકલી છે. આર્જેન્ટિનાનો ફૂટબોલ-સ્ટાર મેસી ડિસેમ્બરમાં ભારત આવવાનો છે અને એ પ્રવાસ દરમ્યાન તે મુંબઈ સહિત કેટલાક શહેરોમાં ફૂટબોલ રમશે. મેસીના ભારત-પ્રવાસની વ્યવસ્થા કરી રહેલા પ્રમોટર સતાદ્રુ દત્તાએ પીટીઆઇને જણાવ્યું હતું કે ન ફૂટબોલ-આઇકન મેસીએ મોકલેલી વર્લ્ડ કપ જર્સી બે-ત્રણ દિવસમાં પીએમને પહોંચાડવામાં આવશે. દત્તાએ પીટીઆઇને જણાવ્યું હતું કે ન હું ભારત-પ્રવાસ વિશે ફેબ્રુઆરીમાં મેસીને મળ્યો હતો ત્યારે મેં તેને એવું પણ કહ્યું હતું કે 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો 75મો જન્મદિન ઉજવશે. ત્યારે મેસીએ મને કહેલું કે તે વડા પ્રધાનને પોતાના ઑટોગ્રાફવાળું જર્સી ભેટ તરીકે મોકલશે.
Advertisement
Next Article
Advertisement