ફલાઈંગ કોફીન સપ્ટેમ્બરમાં બંધ કરી દેવાશે, અત્યાર સુધીમાં 200 પાઈલટનો ભોગ લેવાયો
ભારતીય વાયુસેનામાં 62 વર્ષ સેવા આપ્યા બાદ, મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ 19 સપ્ટેમ્બરે નિવૃત્ત થશે. ચંદીગઢ એરબેઝ પર ફાઇટર જેટ માટે વિદાય કાર્યક્રમ યોજાશે. આ પછી, વિમાનની સેવાઓ સત્તાવાર રીતે સમાપ્ત થશે.
મિગ-21 જેટને સૌપ્રથમ 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. તે ભારતનું પહેલું સુપરસોનિક જેટ હતું, એટલે કે, તે અવાજની ગતિ (332 મીટર પ્રતિ સેક્ધડ) કરતાં વધુ ઝડપથી ઉડી શકતું હતું. ફાઇટર જેટનું છેલ્લું વિમાન 23મા સ્ક્વોડ્રનનો ભાગ છે. તેને પેન્થર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.મિગ-21 જેટે 1965ના ભારત-પાક યુદ્ધ, 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ, 1999ના કારગિલ યુદ્ધ અને 2019ના બાલાકોટ એર સ્ટ્રાઈકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે તેનું સ્થાન તેજસ Mk1A ફાઇટર એરક્રાફ્ટ લેશે.
સંરક્ષણ મંત્રાલયના ડેટા અનુસાર, 400 થી વધુ MiG-21 વિમાન ક્રેશ થયા છે. આમાં 200 થી વધુ પાઇલટ્સ માર્યા ગયા છે. આ કારણોસર, ફાઇટર પ્લેનને ફલાઈંગ કોફઈન અને વિંડો મેકર એટલે કે લિધવા બનાવનાર કહેવ્માં આવે છે.
ભારતે કુલ 900 MiG-21 જેટ ખરીદ્યા હતા, હવે ફક્ત 36 બાકી છે ભારતે કુલ 850 થી વધુ MiG-21 ફાઇટર જેટ ખરીદ્યા હતા. આમાંથી, લગભગ 660 દેશમાં જ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (ઇંઅક) દ્વારા બનાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, હાલમાં ભારતીય વાયુસેનાના કાફલામાં ફક્ત 36 મિગ-21 ફાઇટર જેટ બાકી છે. બાદમાં તેણે ઘણા દાયકાઓ સુધી ઉત્તમ સેવા આપી.