મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂર: ફસાયેલા 50ને એરલિફટ કરાયા
પૂણે નજીક ટ્રેકિંગ દરમિયાન ભૂસ્ખલન: એન્જિનિયરનું મોત
મુંબઇ, પૂણે સહીત મહારાષ્ટ્રમાં વરસાદી આફત જારી છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના અનેક ગામોમાં ભારે અને અવિરત વરસાદને કારણે ભયંકર પૂર આવ્યું, જેના કારણે કડા અને ઘાટપિંપરી સહિત ઓછામાં ઓછા પાંચથી છ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા અને સંપર્ક વિચ્છેદ થઈ ગયો. અહેવાલ મુજબ જુદા જુદા ગામોમાં 50 લોકો ફસાયા હતા.
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, બીડ જિલ્લા કલેક્ટરની વિનંતી પર, ભારતીય સેનાએ ફસાયેલા રહેવાસીઓને બચાવવા માટે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરી શરૂૂ કરી. અધિકારીઓનો અંદાજ છે કે અસરગ્રસ્ત ગામોમાં ફસાયેલા 25-30 લોકોને તાત્કાલિક સ્થળાંતરની જરૂૂર હતો. જો કે તેમને બચાવી લેવાયા હતા. આફરી તાલુકામાં બચાવ કામગીરી દરમિયાન એક વ્યક્તિ નાલામાં ડુબી ગઇ હતી અને બીજાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.બચાવ અભિયાનમાં મદદ કરવા માટે, સેનાએ નાસિકથી એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) અને બે ચેતક હેલિકોપ્ટર તૈનાત કર્યા હતા.
દરમિયાન, પૂણે શહેરથી લગભગ 150 કિમી દૂર માલશેજ ઘાટના કાલુ ધોધ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે એક પથ્થર ધસી પડતાં પુણેના ખરાડીના 23 વર્ષીય એન્જિનિયરનું મૃત્યુ થયું હતું અને તેનો મિત્ર ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ બંને એક સાહસિક જૂથ સાથે ટ્રેકિંગ માટે ગયા હતા.
બીડ જિલ્લાના આષ્ટી તાલુકામાં બચાવ કામગીરી દરમિયાન એક વ્યક્તિ વહેતા નાળામાં ડૂબી ગઈ હતી અને બીજાનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું, કારણ કે જિલ્લા અને પ્રદેશના ઘણા ભાગોમાં રાતોરાત વરસાદ પડ્યો હતો. બીડના નિવાસી ડેપ્યુટી કલેક્ટર શિવકુમાર સ્વામીએ જણાવ્યું હતું કે મંગળવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. આશ્તીમાં પૂરગ્રસ્ત અડધો ડઝન ગામોમાં ફસાયેલા 50 થી વધુ લોકોને સેનાના હેલિકોપ્ટર અને સ્થાનિક બચાવ ટીમોએ બહાર કાઢ્યા હતા.