For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉંદરમામાના તરખાટથી ફલાઇટ ત્રણ કલાક મોડી

05:13 PM Sep 22, 2025 IST | Bhumika
ઉંદરમામાના તરખાટથી ફલાઇટ ત્રણ કલાક મોડી

રવિવારે કાનપુર એરપોર્ટથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉંદરના કારણે ત્રણ કલાક મોડી પડી હતી. મુસાફરો અને ક્રૂએ ઉંદર જોયો હતો. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરપોર્ટ લાઉન્જમાં લઈ જવામાં આવ્યા હતા.ત્યારબાદ એરપોર્ટ સ્ટાફે ઉંદરને શોધવા માટે સમગ્ર વિમાનમાં શોધખોળ શરૂૂ કરી.

Advertisement

એરલાઇનના ટેકનિકલ સ્ટાફ અને ગ્રાઉન્ડ ક્રૂએ વિમાનના દરેક ખૂણામાં શોધખોળ કરી અને આખરે ઉંદર પકડાઈ ગયો. રવિવારે સાંજે 6:04 વાગ્યે ફ્લાઇટ લગભગ ત્રણ કલાક પછી ઉડાન ભરી. 189 સીટવાળા આ વિમાનમાં 172 મુસાફરો હતા.કેબિનમાં એક ઉંદર ફરતો હતો, જેના કારણે મુસાફરોમાં હોબાળો મચી ગયો ઈન્ડિગોની એક ફ્લાઇટ દિલ્હીથી કાનપુર એરપોર્ટ પર બપોરે 2:10 વાગ્યે આવી.

તે 2:55 વાગ્યે દિલ્હી જવા રવાના થવાની હતી. ટેકઓફ પહેલાં, ફ્લાઇટના ક્રૂ મેમ્બરે કેબિનમાં ફરતા ઉંદરને જોયો. મુસાફરોએ પણ ઉંદર જોતાં અવાજ કરવાનું શરૂૂ કર્યું, જેના કારણે ફ્લાઇટમાં મહિલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો. ક્રૂ અને એર હોસ્ટેસે બધાને શાંત પાડ્યા. સલામતી અને મુસાફરોના આરામને ધ્યાનમાં રાખીને, ફ્લાઇટ તાત્કાલિક રોકી દેવામાં આવી. ત્યારબાદ બધા મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement