રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંબાજીમાં નિયત ચાર્જ ચૂકવીને કરી શકાશે ધ્વજારોહણ

04:13 PM Aug 02, 2024 IST | admin
Advertisement

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયું ધ્વજાનું વેચાણ

Advertisement

અંબાજી: શક્તિપીઠમાં દર્શન કરવા આવતા ભક્તો માટે અંબાજી મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણનું ખાસ મહત્વ રહેલું હોય છે. જેને લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં હવેથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે.અંબાજી મંદિર ટ્રસ્ટ પોતે ધજાનું વેચાણ શરૂૂ કરી દીધું છે.અંબાજી મંદિરમાં સાંજે 4.30 વાગ્ય બાદ હવે ધજા ચઢાવી શકાશે નહીં. માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા ટેમ્પલ ઈન્સેક્ટરની ઓફિસથી મેળવવાની રહેશે. ધજા માટેની વિધી દેવસ્થાન ટ્રસ્ટે જ નીમેલા બ્રાહ્મણો કરાવી શકશે. ભક્તને વીડિયો અને ફોટોગ્રાફ પણ મોબાઈલમાં આપવામાં આવશે. યાત્રિકો મંદિર બહાર બજારમાંથી લાવેલી ધજા પણ ચઢાવી શકશે.

સોમનાથ, દ્વારકા બાદ અંબાજી મંદિરમાં પણ આજથી ધ્વજારોહણની સુવિધા શરૂૂ કરવામાં આવી છે. જેમાં માઈભક્તોને શિખર પર ચડાવવા માટેની ધ્વાજા અંબાજી મંદિરે જ શાસ્ત્રોત વિધિ અને પૂજન સાથેની ધ્વજા મળી રહેશે. જેમાં અલગ અલગ મીટરની ધ્વજા માટે અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યાં છે.અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિકની ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ભક્તો ધ્વજારોહણ કરી શકતા જે માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. 1 ઓગસ્ટ 2024થી ધ્વજારોહણનો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. સવારે 7:00 વાગ્યાથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજારોહણ કરી શકશે.

ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5,7,9 અને 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરાયા છે. 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે.

Tags :
ambajiambajitempleindiaindia news
Advertisement
Next Article
Advertisement