મહાકુંભમાં ભાગદોડ માટે યુપીના પાંચ અધિકારીઓ મુખ્ય વિલન
મેળા અધિકારી IAS વિજય કિરણ આનંદે પ્લાટૂન બંધ કરવા હુકમ કર્યો, પ્રયાગરાજ કમિશનર IAS વિજય પંતને ધક્કામુક્કીનો અંદાજ છતાં પગલાં ન લીધા, મેળા SSP રાજેશ દ્વિવેદી અને કુંભના DIG IPS વૈભવ કૃષ્ણ ભીડને કંટ્રોલ કરવામાં નાકામ રહ્યા, મેજિસ્ટ્રેટ વિનય મિશ્રા ભીડને લઈને ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરવામાં નિષ્ફળ
પ્રયાગરાજના સંગમનાક વિસ્તારમાં 28મી જાન્યુઆરીએ સવારે લગભગ 1:30 કલાકે મચેલી નાસભાગને પગલે સત્તાવાર રીતે જાહેર કરેલા આંક મુજબ 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને નાસભાગ શેના લીધે મચી તે બાબતે અલગ અલગ મંતવ્ય સામે આવ્યા હતાં. પરંતુ અલગ અલગ સમાચાર માધ્યમે કરેલી તપાસના આધારે આકોઈ આક્સ્મીક ઘટના ન હતી પરંતુ અલગ અલગ અધિકારીઓએ કરેલી ભૂલના પરિણામે આ દુર્ઘટના ઘટી હતી.
દૈનિક જાગરણ ગ્રુપ દ્વારા રિપોર્ટરના આધારે કરેલી તપાસમાં અલગ અલગ આઈએસ, આઈપીએસ અધિકારીઓની ભૂમિકા સામે આવી છે. જેમાં 27-28 જાન્યુઆરીએ કુંભમાં 1.6 કરોડ લોકો પહોંચ્યા હતાં.
29 તારીખે મૌની અમાવસ્યા હોવાથી લોકો એક-બે દિવસ વહેલા જ પ્રયાગરાજ પહોંચી રહ્યા હતાં. ત્યારે મેળા અધિકારી વિજય કિરણ આનંદે અચાનક કોન્ટુન બ્રીજ નં. 7 બંધ કરી દેવાનો વાયરલેસ મેસેજ કર્યો હતો. જેના પગલે લોકો અટવાઈ પડ્યા હતાં. પાંચ કલાક સુધી લોકો અટવાયા બાદ બ્રીજ ખોલવા માટે લોકોએ ધીરજ ગુમાવી હતી. પ્લાટુન બ્રીજ બંધ કરવા માટે વીઆઈપી મ્વુમેન્ટને કારણભૂત માનવામાં આવે છે. કેમ કે, મોટાભાગના પોન્ટુન બ્રીજ 27મીએ બંધ કરવામાં આવ્યા હતાં. તે દિવસે ગૃહપ્રધાન અમિત શાહ, બાબા રામદેવ, અરુણાચલ પ્રદેશના ગૃહ પ્રધાન મામા નાટુંગ, કિરેન રિજિજુ, મિલિંદ સોમન, અરુણ ગોવિલ, કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન જેવા વી વીઆઈપીઓની અવર જવર હતી. કુલ 30 બ્રીજમાંથી 27 તારીખે માત્ર 3 બ્રીજ કાર્યરત અને 28 તારીખે માત્ર સાત બ્રીજ કાર્યરત હતાં. મોટાભાગના બ્રીજ બંધ હોવાથી એક જગ્યાએ ભીડ એકઠી થઈ ગઈ હતી.
સંગમનાક વિસ્તારમાં ભીડ વધવા ન દેવાની મહત્વની જવાબદારી એસએસપી રાજેશ ત્રિવેદીની હતી. જેના પર સીધી મહાકુંભના ડીઆઈજી આઈપીએસ વૈભવ કૃષ્ણની દેખરેખ હતી. આ ઉપરાંત નાશભાગ બાદ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પ્રયાગરાજના કમિશનર વિજય વિશ્ર્વાસ પંત લોકોને ચેતવણી આપતા જોવા મળ્યા હતાં. કે બધા ભક્તોએ સાંભળવું જોઈએ અહીં ખોટું બોલવાનો કોઈ ફાયદો નથી. જે ઊંઘે છે તે ગુમાવશે. ઉઠો અને સ્નાન કરો.
આ તમારી સલામતી માટે છે. હજુ ઘણા લોકો આવશે અને નાસભાગ થવાની સંભાવના છે. તમને વિનંતી કરવામાં આવે છે કે તમે ઉઠો, ઉઠો, ઉઠો અને ઊંઘશો નહીં.
કમિશનર વિજય વિશ્વાસ પંતે માઈક પર શા માટે કહ્યું કે વધુ લોકો આવવાના કારણે નાસભાગની શક્યતા છે તે સૌથી મોટો સવાલ છે. જો વહીવટીતંત્રને ભીડ વધવાની જાણ હતી તો વ્યવસ્થા કરવા, ભીડને કાબૂમાં લેવા ફોર્સ વધારવા અને પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર નિયંત્રણ રાખવાને બદલે માઈક પર આ જાહેરાત કેમ કરવામાં આવી.
સવાલ એ છે કે સંગમ નાકે ભીડ વધી અને લોકો ઉંઘી ગયા ત્યારે કમિશનર વિજય વિશ્વાસ પંત ક્યાં હતા. વધતી ભીડને કાબૂમાં લેવા માટે તેણે જજઙ રાજેશ દ્વિવેદી સાથે વાત કેમ ન કરી? સેક્ટર-3 મેજિસ્ટ્રેટ વિનય કુમાર મિશ્રાની જવાબદારી હતી કે તેઓ આ વિસ્તારમાં ભીડના વધારા પર નજર રાખે, તેનું મૂલ્યાંકન કરે અને શક્ય તેટલી વહેલી તકે અધિકારીઓને જાણ કરે.
દૈનિક ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે કે વિનય કુમાર મિશ્રાએ પોન્ટૂન બ્રિજ બંધ થવાને કારણે સંગમ નાકે વધતી ભીડની માહિતી અધિકારીઓને આપી ન હતી. જો તેઓએ સમયસર વહીવટીતંત્રને જાણ કરી હોત તો કદાચ સંગમ નાકે વધુ સારી વ્યવસ્થા કરી શકાઈ હોત. સવાલ એ છે કે જ્યારે ભીડ વધી ત્યારે તેઓ ક્યાં હતા.
27 જાન્યુઆરીએ ઈખ યોગી આદિત્યનાથે મૌની અમાવસ્યાની તૈયારીઓને લઈને બેઠક યોજી હતી. આ બેઠકમાં વૈભવ કૃષ્ણ પણ હાજર રહ્યા હતા. 28 જાન્યુઆરીએ પણ મૌની અમાવસ્યાની તૈયારીઓ માટે બેઠક યોજાઈ હતી, વીડિયો દ્વારા અપીલ કરવામાં આવી હતી, પરંતુ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.