છત્તીસગઢ-તેલંગાણામાં પાંચ હજાર સૈનિકોએ 300 નકસલવાદીઓને ઘેર્યા
છત્તીસગઢમાં નક્સલીઓ સામે નિર્ણાયક યુદ્ધ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. છત્તીસગઢ-તેલંગાણા-મહારાષ્ટ્ર સરહદ પર છેલ્લા 16 કલાકથી એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે.
જેમાં લગભગ 5 હજાર સુરક્ષા કર્મચારીઓએ 300 થી વધુ નક્સલીઓને ઘેરી લીધા છે. તેમાં હિડમા, દેવા, દામોદર જેવા ઘણા મોટા નક્સલી કમાન્ડરો છે, જેમને લાંબા સમયથી સુરક્ષા દળો શોધી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટર કરેગટ્ટા, નાડપલ્લી, પૂજારી કાંકેરની ટેકરીઓ પર થઈ રહ્યું છે. નક્સલવાદીઓ ટેકરી પર છુપાયેલા છે, જ્યારે સુરક્ષા દળોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા છે. બંને બાજુથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેના સંપૂર્ણ તૈયારી સાથે આ ઓપરેશનને પાર પાડવામાં વ્યસ્ત છે.
બીજાપુર જિલ્લામાંથી મળેલી માહિતી અનુસાર, સૈનિકો દ્વારા માઇનિંગ દૂર કરવામાં આવી રહ્યું છે કારણ કે નક્સલીઓએ સૈનિકોને નિશાન બનાવવા માટે 100 થી વધુ IED પ્લાન્ટ કર્યા છે. આવી સ્થિતિમાં, સુરક્ષા દળો ડ્રોન દ્વારા કારેગુટ્ટા પર્વત પર નજર રાખી રહ્યા છે. સુરક્ષા દળો ડ્રોન અને સેટેલાઈટ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
તેલંગાણાનાCRPF, DRG, STF કોબ્રા અને ગ્રે હાઉન્ડ અને મહારાષ્ટ્રના ઈ-60 જવાનો ઘટનાસ્થળે હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય રાજ્યોની સેનાએ નક્સલવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. કારણ કે સેનાના જવાનો ટેકરી નીચે નક્સલવાદીઓની હિલચાલની રાહ જોઈ રહ્યા છે, તો પછી કોઈ મોટી કાર્યવાહી થવાની શક્યતા રહેશે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેકરી પર છુપાયેલા નક્સલીઓ પાસે હવે વધુ રાશન બચ્યુ નથી. આવી સ્થિતિમાં, તે રાશનની શોધમાં નીચે આવી શકે છે.
સેના ડ્રોન અને હેલિકોપ્ટર વડે સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહી છે. નક્સલીઓએ આ વિસ્તારમાં બંકરો પણ બનાવ્યા છે, જ્યારે તેમની પાસે મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂૂગોળો હોવાની પણ અપેક્ષા છે.
બીજી તરફ, સરકારે 2026 સુધીમાં નક્સલવાદનો અંત લાવવાની યોજના બનાવી છે, જેના કારણે ફોર્સ તમામ કામ મુક્ત હાથે કરી રહી છે. છત્તીસગઢ સરકાર અને કેન્દ્ર સરકાર આ કામગીરી પર સતત નજર રાખી રહી છે.