For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પાંચ ટેસ્ટની સિરીઝ

01:11 PM Mar 27, 2024 IST | Bhumika
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પાંચ ટેસ્ટની સિરીઝ

આ વર્ષના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બંને ટીમો હવે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર ચાર મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી હતી, પરંતુ 1991-92 પછી આ પ્રથમ વખત બનશે કે જ્યારે બંને ટીમો પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટે આમને સામને ટકરાશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મહત્વપૂર્ણ ટેસ્ટ સીરીઝમાં ફેરફારની પુષ્ટિ ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કરી છે. આ ટેસ્ટ સિરીઝનું શિડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ બાદ વર્ષના અંતમાં ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ મહત્વની બની રહેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વિટર પર લખ્યું છે કે 1991-92 બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની આ શ્રેણી 2024-25ના સ્થાનિક સમયપત્રકની મહત્વપૂર્ણ સીરીઝ હશે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે કહ્યું કે, બીસીસીઆઈ હંમેશા ટેસ્ટ ક્રિકેટના વારસાને આગળ વધારવા માટે કટિબદ્ધ છે. આ રમતનું એક ફોર્મેટ છે જેને આપણે ખૂબ માન આપીએ છીએ. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને પાંચ મેચની ટેસ્ટ સીરીઝ બનાવવી એ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેના અમારા સહયોગ અને ટેસ્ટ ક્રિકેટના મહત્વને પ્રોત્સાહન આપવા માટેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની શરૂૂઆત પર્થથી થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતે આ ટેસ્ટના સંપૂર્ણ શિડ્યૂલની જાહેરાત કરશે, પરંતુ માનવામાં આવે છે કે બંને ટીમો વચ્ચેની આ ટેસ્ટ સીરીઝ આ વર્ષે નવેમ્બરથી શરૂૂ થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement