લોનાવાલામાં પિકનિક મનાવતા પરિવારના પાંચ સભ્યો ડુબ્યા
લોનાવાલા હિલ સ્ટેશનની નજીક એક ઝરણામાં એક મહિલા અને ચાર બાળકો સહિત પાંચ લોકો તણાઈ ગયા હતાં. આ જાણકારી એક પોલીસ અધિકારીએ આપી છે. લોનાવાલ પોલીસ સ્ટેશનના પ્રભારી મયૂર અગ્નવેએ જણાવ્યું કે, આ ઘટના રવિવાર બપોરે બે વાગ્યા આસપાસની છે. જ્યારે બાળકો અને અમુક લોકો ભુશી ડેમ નજીક પહાડી વિસ્તારમાં વહી રહેલા ઝરણામાં ન્હાવાનો આનંદ લેવા ગયા હતાં.
પ્રારંભિક જાણકારી અનુસાર, ઘટનાનો શિકાર મહિલાની ઉંમર લગભગ 40 વર્ષ અને બાળકોની ઉંમર 4થી 8 વર્ષની વચ્ચે છે.આ તમામ પુણેના સૈય્યદ નગરના રહેવાસી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તે ઝરણાના સપાટી પર લાગેલા પથ્થરમાં લપસી જતાં પાણીમાં તણાઈ ગયા અને ડૂબી ગયા હતા. અગ્નવે જણાવ્યું કે, સ્થાનિક લોકો અને પોલીસની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પુણે દેહાત પોલીસ અધીક્ષક પંકજ દેશમુખે કહ્યું કે, સર્ચ ઓપરેશન અને બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલી દીધી છે. દેશમુખે કહ્યું કે, અમે 40 વર્ષિય મહિલા અને 13 વર્ષિય છોકરીની લાશ મળી છે. ઘટનામાં છ વર્ષિય બે છોકરી અને ચાર વર્ષિય એક છોકરો ગુમ છે. એવું લાગે છે કે, તેઓ એક જ પરિવારના સભ્ય છે અને ભુશી ડેમથી લગભગ બે કિમી દૂર એક ઝરણામાં લપસી ગયા અને જળાશયમાં ડૂબી ગયા હતા.