ટેન્કર-પોલીસવેનની ટક્કરમાં પાંચના મૃત્યુ
06:04 PM May 08, 2025 IST | Bhumika
ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી. ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ચિકાવતી વળાંક પર આ પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી અને ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Advertisement
તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, પોલીસ વાન હાઇવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. જેના કારણે આટલો મોટો અકસ્માત થયો.પોલીસ વાહનમાં કુલ છ લોકો સવાર હતા, તેમાંથી પાંચ પોલીસકર્મી અને એક આરોપી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપી અને એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓ પાછળથી મૃત્યુ પામ્યા.
Advertisement
Advertisement