For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાસિકમાં ટેન્કર ખીણમાં ખાબકતાં પાંચનાં મોત

04:10 PM Aug 19, 2024 IST | admin
નાસિકમાં ટેન્કર ખીણમાં ખાબકતાં પાંચનાં મોત

દૂધ ભરીને મુંબઈ જતાં રસ્તામાં દૂર્ઘટના

Advertisement

મહારાષ્ટ્રના નાસિકમાં રવિવારે એક ભયાનક અકસ્માતને કારણે દૂધનું ટેન્કર ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત નવીન કસારા ઘાટ પાસે થયો હતો. ટેન્કર 200 થી 250 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું.

દૂધ વહન કરતું ટેન્કર નાશિક જિલ્લાના સિન્નરથી મુંબઈ જઈ રહ્યું હતું. નાસિક-મુંબઈ હાઈવે પર ન્યૂ કસારા ઘાટ વિસ્તારમાં રવિવારે બપોરે ટેન્કર 200 થી 250 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

દુર્ઘટનાની માહિતી મળતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂૂ કર્યું હતું. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. દોરડાની મદદથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના જવાનોએ નીચે ઉતરીને ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને ખાઈમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કસારા ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement