For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદીની યોજનાનો પ્રચાર કરતી પાંચ ફિલ્મ 8 ભાષામાં લોન્ચ

11:31 AM Feb 07, 2024 IST | Bhumika
મોદીની યોજનાનો પ્રચાર કરતી પાંચ ફિલ્મ 8 ભાષામાં લોન્ચ

ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, આસામી, ઓડિયા, બંગાળી અને હિન્દી એવી આઠ ભાષાઓમાં પીએમ મુદ્રા યોજના પર આધારિત ફિલ્મ રિલીઝ કરી. આ ફિલ્મ ડ પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર હેન્ડલ દ્વારા પણ શેર કરવામાં આવી હતી.ભારત સરકારે અમલમાં મૂકેલી નિર્ણાયક નીતિઓના આધારે કુલ પાંચ ફિલ્મો આઠ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. આ નીતિઓ મુદ્રા યોજના, જન ધન યોજના, ઉજ્જવલા યોજના, યુપીઆઈ અને પીએમ આવાસ યોજના છે. સપને નહીં હકીકત બનતે, તભી તો સબ મોદી કો ચૂંટે હૈ, 2024ની ચૂંટણી માટે ભાજપનું અભિયાન, કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડો ભારતીયોના સપના અને આકાંક્ષાઓને વાસ્તવિકતામાં ફેરવી છે તેનો અનુવાદ કરે છે. ઝુંબેશનો સંદેશો પીએમ મોદીની બાંયધરી અને અગાઉની પેઢી, વર્તમાન પેઢી અને અમૃત પીઠની ભાવિ પેઢી સુધીના વચનો અને સપનાઓની ડિલિવરી પર આધારિત છે. પીએમ મોદીએ વર્ષો, દાયકાઓ અને 500 વર્ષ સુધીનાં સપનાં પૂરાં કર્યાં છે, એમ ભાજપે ગયા અઠવાડિયે પ્રચાર ગીતના લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement