પાંચ દી’નું સપ્તાહ ને છોગામાં પગાર વધારો: બેંક કર્મચારીઓને જલસો
કેન્દ્ર સરકાર બેન્ક કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. સરકાર પ્રથમ છ મહિનામાં સપ્તાહના 5 કાર્યદિવસનું પ્રપોઝલ સ્વીકારી શકે છે. પ્રપોઝલ સ્વીકાર કરવા પર કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ રજા મળશે. આ સિવાય કર્મચારીઓના પગારમાં વધારો પણ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાણા મંત્રાલયની મંજૂરી બાદ બેન્ક કર્મચારીઓને સપ્તાહમાં પાંચ કાર્યદિવસ મળવાની સંભાવના છે અને જૂનમાં પગારમાં વધારો થશે.એક રિપોર્ટ પ્રમાણે બેન્ક કર્મચારી યુનિયનોના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિટન્સે નાણામંત્રીને બેન્કિંગ ક્ષેત્ર માટે 5-દિવસીય કાર્ય સપ્તાહની મંજૂરી આપવા માટે પત્ર લખ્યો છે.
આ સાથે બેન્ક કર્મચારી યુનિયને તે પણ આશ્વાસન આપ્યું કે ગ્રાહકો માટે બેન્કિંગ કલાકો કે કર્મચારીઓ અને અધિકારીઓના ફુલ કામકાજી કલાકોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. રિપોર્ટ્સ પ્રમાણે યુનિયને નાણામંત્રીને આ મામલાની યોગ્ય સમીક્ષા કરવા અને ભારતીય બેંક સંઘ (આઈબીએ) ને નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો છે.વર્તમાનમાં બેન્ક શાખાઓ બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. લાંબા સમયથી સપ્તાહમાં બે દિવસની રજાની માંગ ઉઠી રહી છે પરંતુ હજુ સુધી તે પૂરી થઈ શકી નથી. પરંતુ હવે અનુમાન છે કે જલ્દી કર્મચારીઓને સપ્તાહમાં બે વીક ઓફ કે રજા મળશે.
બેન્ક કર્મચારીઓના પગારમાં પણ વધારો સંભવ છે. આઈબીએ અને બેન્ક કર્મચારી યુનિયનોએ પાછલા વર્ષે ભારતની દરેક જાહેર ક્ષેત્રની બેન્કો (પીએસબી) માં 17 ટકા પગાર વધારા માટે સમજુતી કરી હતી, જે 12449 કરોડ રૂૂપિયા હતી. જો કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારાને મંજૂરી આપવામાં આવે છે તો લગભગ 9 લાખ કર્મચારીઓને લાભ થશે.