ઝારખંડમાં છઠ્ઠ પૂજામાં પાંચ બાળકો ડુબ્યા, બે દિવસમાં કુલ 11ના મોત
ઝારખંડમાં સોમવારે છઠના પવિત્ર પર્વ નિમિત્તે પૂજા દરમિયાન વિવિધ સ્થળોએ પાંચથી વધુ બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ છે. જેના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ડૂબીને મૃત્યુ પામેલા કુલ મૃત્યુઆંક 11 થયો છે.
પોલીસે જણાવ્યું હતું કે હજારીબાગ, ગઢવા અને સિમડેગા જિલ્લામાં પાંચ બાળકોના મોત થયા હતા. રવિવારે સિમડેગા અને પલામુ જિલ્લામાં છ બાળકો ડૂબી ગયા હતા.
ઝારખંડમાં છઠનું આનંદ પર્વ શોકમાં ફેરવાયું હતું. જેમાં કેટલાકે પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો હતો, જ્યારે અન્ય લોકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સાંજે છઠ પૂજા દરમિયાન હજારીબાગના કેરેદરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેલા ગામમાં બે સગીરા ગુનગુન કુમારી (ઉ.વ. 11) અને રૂૂપા તિવારી (ઉ.વ.12) તળાવમાં ડૂબી હતી. ગઢવામાં સોમવારે બપોરે દાનરો નદીમાં સ્નાન કરતી વખતે 13 વર્ષીય રાહુલ કુમાર ડૂબી ગયો હતો.
સિમડેગા જિલ્લાના બાનો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માયાંગસોર ગામમાં અઢી વર્ષની એક બાળકી પાણી ભરેલી ડોલમાં ડૂબી ગઈ હતી સોમવારે સાંજે, છઠ પૂજા દરમિયાન અર્ધ્ય આપ્યા પછી, સેરાઈકેલા-ખરસાવન જિલ્લાના ચાંદિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સહેરબેરા નજીક સુબર્ણરેખા નદીમાં એક સગીર ડૂબ્યો હતો. 14 વર્ષનો આર્યન યાદવ નદીના જોખમી પ્રવાહમાં ગયો અને ડૂબવા લાગ્યો. પ્રતીક કુમાર યાદવ (19) અને સંજય સિંહ (45) તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા. ગઉછઋ ની ટીમ અને સ્થાનિક ડાઇવર્સે છોકરાનો મૃતદેહ બહાર કાઢ્યો, અન્ય બે ગુમ વ્યક્તિઓની શોધ ચાલુ છે. લામુમા સોમવારે એક 16 વર્ષનો છોકરો નહેરમાં ન્હાવા પડ્યો હતો, જે બાદમાં ગુમ થયો હતો. રવિવારે સાંજે સિમડેગામાં ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા હતા, અને પલામુ જિલ્લામાં આવી જ એક ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા હતા.
