નાળાં સાથે અથડાયા પછી કારમાં આગ લાગતાં પાંચ જીવતાં ભૂંજાયા
05:28 PM Jun 18, 2025 IST | Bhumika
ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક કાર કલ્વર્ટ સાથે અથડાઈ અને પલટી ગઈ અને પછી આગ લાગી. અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો જીવતા બળી ગયા.
Advertisement
મળતી માહિતી મુજબ, જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જહાંગીરાબાદ-બુલંદશહેર રોડ પર ચાંદૌક ગામ નજીક બદાયૂંથી આવી રહેલી એક હાઇ સ્પીડ કાર બેકાબૂ બનીને કલ્વર્ટ સાથે અથડાઈ.
કારમાં આગ લાગી. આ અકસ્માતમાં કારમાં સવાર એક માસૂમ સહિત કુલ પાંચ લોકો જીવતા બળી ગયા હતા.
જ્યારે, અકસ્માતમાં એક યુવતીની હાલત ગંભીર છે. તેણીની સારવાર ચાલી રહી છે. તે બધા બદાયૂંમાં એક લગ્ન સમારંભમાંથી દિલ્હી પરત ફરી રહ્યા હતા. અકસ્માતનું કારણ ડ્રાઇવરને ઊંઘ આવી જવાને કારણે હોવાનું કહેવાય છે. બદાયૂં જિલ્લાના થાણા સહસ્વાનના ચમનપુરા ગામનો રહેવાસી તનવીર અહેમદ દિલ્હીમાં રહે છે.
Advertisement
Advertisement