બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: 10 જિલ્લામાં EVM ખોટકાયા, મતદારોએ "વોટ ચોર"ના નારા લાગ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ જિલ્લાઓની 121 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.સવારે 9 વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યમાં 13.13 ટકા મતદાન નોંધાયું હતું.
ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો પર EVM મશીનોમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો હતો. વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર 334 અને 335 પર EVM ખરાબ થતાં પરિસ્થિતિ તંગ બની હતી અને સ્થાનિક લોકોએ "વોટ ચોર" ના નારા લગાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત, દરભંગાના બૂથ નંબર 153, રાઘોપુર અને દાનાપુરના બૂથ નંબર 196 પર પણ EVMમાં ખામી સર્જાવાને કારણે મતદાન અટકાવવાની ફરજ પડી હતી. આ ઘટનાઓ વચ્ચે, દરભંગામાં ગઈકાલે મોડી રાત્રે એક યુવક પાસેથી 1 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.
આજે ચૂંટણીમાં 104 બેઠકો પર સીધો મુકાબલો છે, જ્યારે 17 બેઠકો પર ત્રિકોણીય લડાઈ છે. બિહારની 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણીઓ થઈ રહી છે. બિહારની 243 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે