દેશની પ્રથમ ઐતિહાસિક ઘટના : ગુજરાત-બંગાળના પોલીસ વડા બે સગા ભાઈઓ
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગયા બાદ ચૂંટણી પંચ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આજે સોમવારે ચૂંટણી પંચે બંગાળના ડીજીપી રાજીવ કુમારને તેમના પદ પરથી હટાવી દીધા છે. રાજીવ કુમારને હટાવવાના થોડા સમય બાદ IPSવિવેક સહાયને પશ્ચિમ બંગાળના આગામી DGPતરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વિવેક સહાય 1988 બેચના IPSઓફિસર છે અને બિહારની રાજધાની પટનાના રહેવાસી છે. વધુમાં તેઓ ગુજરાતના DGPવિકાસ સહાયના સગા ભાઈ છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે રાજ્યમાંથી 3 અધિકારીઓના નામ માંગ્યા હતા. જેમાં વિવેક સહાયને ડીજીપી બનાવાયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા આ ફેરબદલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ 1988 બેચના IPSઅધિકારી વિવેક સહાય રાજ્ય પોલીસના મહાનિર્દેશક અને કમાન્ડન્ટ જનરલ (હોમ ગાર્ડ્સ)ના પ્રભારી હતા. ડીજીપી માટે જે અધિકારીઓના નામ સામે આવી રહ્યા હતા તેમાં વિવેક સહાયનું નામ ન હતું, પરંતુ આખરે તેમના નામને મંજૂરી મળી ગઈ હતી.મહત્વનું છે કે, IPSવિવેક સહાય ગુજરાતના DGPવિકાસ સહાયના સગા ભાઈ છે. આ દેશના પોલીસ વિભાગમાં એક ઐતિહાસિક ઘટના છે કે બે સગા ભાઈઓ IPSઅધિકારીઓ હોય અને તેમાં પણ બંને એક સાથે રાજ્ય પોલીસવડા તરીકેની પોસ્ટ ઉપર હોય ત્યારે આવનારા દિવસોમાં પણ આ બંને અધિકારીઓ પોતપોતાના રાજ્યમાં ઉત્કૃષ્ટ સેવાકીય પ્રવૃત્તિ કરશે.