For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ: પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ

06:30 PM Nov 15, 2025 IST | admin
મુજફફરપુરમાં શોર્ટસર્કિટથી આગ  પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં ગત રાત્રે મોતીપુર વોર્ડ 13માં એક ભયાનક ઘટના બની, જ્યાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી જઈને મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેઓ (શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ)માં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. હાલમાં, મૃત્યુઆંક વધવાની આશંકા છે. સ્થાનિક સુત્રો પાસેથી માહિતી અનુસાર, આગ ગેના સાહના ઘરમાં લાગી હતી અને તેમાં તેમનો આખો પરિવાર દાઝી ગયો હતો.

Advertisement

મોતીપુર નગર પરિષદ ક્ષેત્રના વોર્ડ 13માં, ગેના સાહના ઘરમાં વીજળીના શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. રાત્રે પરિવારના બધા સભ્યો ઘરમાં સૂતા હતા. આગ લાગી તેની કોઈને જાણ ન થઈ. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ, આગની ગતિ એટલી તીવ્ર હતી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. પડોશીઓએ ધુમાડો અને આગની લપેટો જોઈને બૂમાબૂમ કરી અને પરિવારને જગાડવાનો પ્રયાસ કર્યો, પણ ત્યાં સુધીમાં બચાવ શક્ય નહોતો. અંદર ફસાયેલા લોકો બહાર નીકળી શક્યા નહીં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement