જસ્ટિસ વર્માના ઘરમાં દારૂના કબાટમાંથી આગ લાગ્યાનો ખુલાસો
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને લાગેલી આગની ઘટના અંગે વધુ એક ખુલાસો થયો છે. ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 14 માર્ચની રાત્રે દિલ્હીમાં જસ્ટિસ વર્માના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂૂમમાં લાગેલી આગની ઘટના દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. આ આગમાં દારૂૂની બોટલમાંથી નીકળતા જ્વલનશીલ વાયુના કારણે સ્ટોરરૂૂમમાં મોટી માત્રામાં રાખેલી રોકડ બળી ગઈ હતી.
તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પસ્ટોર રૂૂમમાં દારૂૂનો કબાટ ઇલેક્ટ્રિક સ્વીચ બોક્સની ખૂબ જ નજીક હતો. સમિતિ દ્વારા કરવામાં આવેલા સ્થળ નિરીક્ષણમાં આ વાતની પુષ્ટિ થઈ હતી.
આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, દારૂ ખૂબ જ જ્વલનશીલ છે અને જ્યારે આગ લાગી ત્યારે બોટલો ગરમીને કારણે ફાટી ગઈ હશે. તેનાથી આગની તીવ્રતા વધી ગઈ.