For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતા-પિતાના સંબંધો ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયા સામે FIR

10:51 AM Feb 11, 2025 IST | Bhumika
માતા પિતાના સંબંધો ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયા સામે fir

મુંબઇથી આસામ સુધી ફરિયાદો નોંધાઇ, મહિલા આયોગ પણ મેદાનમાં

Advertisement

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. તેમની વિરુદ્ધ મુંબઈ અને આસામમાં FIR નોંધવામાં આવી છે. લોકોએ ફક્ત રણવીર વિરુદ્ધ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ માખીજા, કોમેડિયન સમય રૈના અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ના અન્ય લોકો વિરુદ્ધ પણ ફરિયાદો નોંધાવી છે. વાસ્તવમાં, રણવીરે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના તાજેતરના એપિસોડમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને માતાપિતાના અંગત સંબંધો વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં માહિતી આપવામાં આવી હતી કે યુટ્યુબર્સ અને પ્રભાવકો રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વ માખીજા અને અન્ય લોકોના નામ અશ્ર્લીલતાને પ્રોત્સાહન આપવા બદલ FIR દાખલ કરવામાં આવી છે.
મુંબઈ સ્થિત સામાજિક કાર્યકર્તા નિખિલ રૂૂપારેલએ એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખની મદદથી બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા, હાસ્ય કલાકાર સમય રૈના, યુટ્યુબર આશિષ ચંચલાની અને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જેમાં કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.

Advertisement

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે રણવીર અલ્હાબાદિયાની ટિપ્પણી પર ધ્યાન આપ્યું છે અને યુટ્યુબને પત્ર લખ્યો છે. ઉત્તર ભારતીય મોરચા (UBM)ના ભાજપ ઉપાધ્યક્ષ નીલોપ્તલ મૃણાલે ખાર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવા માટે ફરિયાદ પત્ર મોકલ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગે માહિતી અને પ્રસારણ મંત્રાલયને ઓનલાઈન પ્લેટફોર્મ પર અયોગ્ય અથવા અશ્ર્લીલ સામગ્રીનું પ્રસારણ અટકાવવા માટે કડક માર્ગદર્શિકા જારી કરવા વિનંતી કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement