નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સર્વે, લોકસભામાં થયો હોબાળો
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. NEET પેપર લીકના મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પરીક્ષા પદ્ધતિમાં મોટી ખામીઓ છે અને જો તમારી પાસે પૈસા હોય તો તમે કોઈપણ સીટ લઈ શકો છો. મંત્રી આ સમસ્યાને સમજી શકતા નથી. આ અંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં એક પણ પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. સાથે જ અખિલેશ યાદવે કહ્યું કે સરકારે પેપર લીકનો રેકોર્ડ બનાવ્યો છે. લોકોને સતત જેલમાં મોકલી રહ્યા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે 'દેશમાં બિઝનેસ શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. તેમજ આવા ઘણા નિયમો દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે ઉદ્યોગપતિઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સેન્ટ્રલ સિસ્ટમ બનાવવામાં આવી છે.