નાણામંત્રીએ નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ, ગરીબ કલ્યાણ યોજનાને પાંચ વર્ષ વધારવામાં આવી, જુઓ live
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23 જુલાઈ 2024ના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ જોવા મળી શકે છે. મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળી શકે છે. ગરીબ કલ્યાણ યોજનાને પાંચ વર્ષ માટે વધારવામાં આવી છે.
https://www.facebook.com/watch/?v=8469682229722599
નાણામંત્રીએ MSME માટે લોન ગેરંટી યોજના શરૂ કરવાની જાહેરાત કરી
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2024-25ના તેમના બજેટમાં જણાવ્યું હતું કે ઉત્પાદન ક્ષેત્રમાં MSME માટે લોન ગેરંટી સ્કીમ રજૂ કરવામાં આવશે, જેમાં 100 કરોડ રૂપિયા સુધીની લોન માટે કોઈ ગેરંટી લેવાની જરૂર રહેશે નહીં. તેમણે કહ્યું કે સંકટમાંથી પસાર થઈ રહેલા MSMEની લોનની જરૂરિયાત સરકાર સમર્થિત ફંડમાંથી પૂરી કરવામાં આવશે. સરકાર MSME ખરીદદારો માટે ફરજિયાતપણે TReDS પ્લેટફોર્મ સાથે જોડાવા માટે ટર્નઓવર મર્યાદા રૂ. 500 કરોડથી ઘટાડીને રૂ. 250 કરોડ કરશે.
નવી ઈન્ટર્નશિપ સ્કીમ જાહેર, 1 કરોડ યુવાનોને થશે ફાયદો
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી ઈન્ટર્નશિપ સ્કીમની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1 કરોડ યુવાનોને આનો ફાયદો થવાની સંભાવના છે. સરકારનું કહેવું છે કે 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપની તક મળશે. આ સમયગાળા દરમિયાન, તમને દર મહિને 5000 રૂપિયા મળશે. ખાસ વાત એ છે કે યુવાનો રોજગારીની તકો માટે આના દ્વારા અનુભવ મેળવી શકશે.
અત્યાર સુધીની મહત્ત્વની જાહેરાતો
12 ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે : નિર્મલા સીતારમણ
ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર
મુદ્રા લોનની મર્યાદા સરકારે 20 લાખ રૂપિયા સુધી કરી દીધી. પહેલા મુદ્રા લોન હેઠળ 10 લાખ રુપિયા સુધી જ લોન મળતી હતી.
રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 26000 કરોડ રૂપિયાની ફાળવણી
ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (IBC) હેઠળ ઈન્ટીગ્રેટેડ ટેક પ્લેટફોર્મ બનાવવાની નાણામંત્રીની જાહેરાત
મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. 3 લાખ કરોડ
મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.
યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.
રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 'ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વના વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ.