For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંડર-19 વર્લ્ડ કપમાં રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલો

12:59 PM Feb 09, 2024 IST | Bhumika
અંડર 19 વર્લ્ડ કપમાં રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલો

પાકિસ્તાન સામે એક વિકેટથી જીત મેળવી ઓસ્ટ્રેલિયાએ

Advertisement

અંડર-19 વર્લ્ડ કપ 2024માં બીજી સેમિફાઇનલ મેચ ગુરુવારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં કાંગારૂૂ ટીમે 1 વિકેટથી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ભારતીય ટીમ સાથે થશે. આ ટાઈટલ મેચ રવિવારે (11 ફેબ્રુઆરી) બેનોનીમાં જ રમાશે. અગાઉ ભારતીય ટીમે તેની સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવ્યું હતું.

બીજી સેમી ફાઈનલ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે ખૂબ જ ખરાબ શરૂૂઆત કરી હતી અને આખી ટીમ 179 રન પર જ સિમિત થઈ ગઈ હતી. મેચ દરમિયાન પાકિસ્તાન ટીમની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. તેઓએ માત્ર 79 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અઝાન ઔવેસ (52) અને અરાફાત મિન્હાસે (52) અર્ધસદી ફટકારીને પાકિસ્તાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પહેલા રમતા પાકિસ્તાને 48.5 ઓવરમાં ઓલઆઉટ થતાં 179 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે ટોમ સ્ટ્રેકરે 9.5 ઓવરમાં 24 રન આપીને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.

Advertisement

દરમિયાન 180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 164 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. તેને જીતવા માટે 24 બોલમાં 16 રનની જરૂૂર હતી. પરંતુ રાફ મેકમિલને 19 અણનમ રન બનાવીને સમગ્ર રમતને ફેરવી નાખી હતી. મેકમિલનને કેલમ વિડલરે ટેકો આપ્યો હતો, જે 9 બોલમાં 2 રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાની બોલરો છેલ્લી ઓવર સુધી મેચ વિનિંગ વિકેટ લેવા તડપતા રહ્યા, પરંતુ કાંગારૂૂઓ જીતી ગયા હતા. અલી રઝાએ 4 વિકેટ, અરાફાતને 2 સફળતા મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement