For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

WPLમાં કાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઇનલ જંગ

01:16 PM Mar 16, 2024 IST | Bhumika
wplમાં કાલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઇનલ જંગ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ આ જીત બાદ સ્મૃતિ મંધાનાની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ ફાઈનલ મેચ રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 136 રનનો ટાર્ગેટ હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 130 રન જ બનાવી શકી હતી. આ રીતે રોયલ ચેલેન્જર્સે બેંગ્લોરમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તો બીજી તરફ, અમેલિયા કૈર 27 રન બનાવીને અણનમ પરત ફરી હતી. જ્યારે નેટ સીવર બ્રન્ટે 23 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા ઓપનર યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝે પ્રથમ વિકેટ માટે 27 રન જોડ્યા હતા. હેલી મેથ્યુસે 15 રન બનાવ્યા હતા. યસ્તિકા ભાટિયા 19 રન બનાવીને એલિસ પેરીનો શિકાર બની હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શ્રેયંકા પાટીલ સૌથી સફળ બોલર રહી હતી. શ્રેયંકા પાટીલે 2 વિકેટ લીધી હતી. આ સિવાય એલિસ પેરી, સોફી મોલિનેક્સ, જ્યોર્જિયા વેરહેમ અને આશા શોભનાએ 1-1 વિકેટ લીધી હતી. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી છઈઇએ 20 ઓવરમાં 6 વિકેટે 135 રન બનાવ્યા હતા. વાસ્તવમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા. ઓપનર સ્મૃતિ મંધાના અને સોફિયા ડિવાઈને નિરાશ કર્યા હતા. રિચા ઘોષ પણ કંઈ ખાસ કરી શકી નથી. પરંતુ એલિસ પેરીએ એક છેડો સાચવી રાખ્યો હતો. આ ઓલરાઉન્ડરે મિડલ ઓર્ડર બેટ્સમેનો સાથે મળીને નાની ભાગીદારીની મદદથી સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement